જામનગર પોલીસ મેગા ટ્રાફિક ડ્રાઈવની કરશે શરૂઆત 

જો તમે પણ નિયમભંગ કર્યો તો દંડાશો..

જામનગર પોલીસ મેગા ટ્રાફિક ડ્રાઈવની કરશે શરૂઆત 

Mysamachar.in-જામનગર ;

થોડા દિવસો પૂર્વે ઢીંચડા નજીક એક યુવકે હેલ્મેટના પહેરેલ હોવાના કારણે પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો હતો,ત્યારે આવા બનાવોનું પુરાવર્તન ના થાય તે માટે જામનગર પોલીસે કમર કસી છે,અકસ્માતોમાં ઘટાડો આવવાની સાથે ટ્રાફિક નીયમન પણ વાહનચાલકો કરતાં થાય તે માટે તા.૭ થી  જામનગર શહેરમા એક માસ સુધી અલગ-અલગ વિસ્તારોમાં સ્પેશ્યલ ટ્રાફિકડ્રાઈવનું આયોજન જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા કરવામાં આવ્યું છે,

આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ,સીટબેલ્ટ,સુશોભિત નંબર પ્લેટ,ડાર્ક ફિલ્મ,મોટા અવાજવાળા હોર્ન,મોડીફાઈડ સાયલેન્સર,સહિતના કાયદાનો ભંગ કરનાર વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે,ડ્રાઈવના પોઈન્ટ પર પોલીસની કામગીરી પર નજર રાખવા જાહેર જનતા સાથે ગેરવર્તણૂક ના થાય તે માટે વિડીયોગ્રાફી અને સીસીટીવી દ્વારા પર પણ કમાંડ કંટ્રોલ રૂમથી મોનીટરીંગ કરવામાં આવશે.આમ સાત તારીખથી વાહનચાલકોએ કા તો નિયમોની અમલવારી કરવી પડશે અર્થાત દંડાવવાનો વારો આવશે.