જામનગરના આરોગ્ય કર્મચારીઓએ હડતાલ પર ઉતરીને આજે આવું કર્યું કામ

સરકાર માની જશે..?

જામનગરના આરોગ્ય કર્મચારીઓએ હડતાલ પર ઉતરીને આજે આવું કર્યું કામ
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગર સહિત સમગ્ર ગુજરાતનાં જીલ્લા પંચાયત હેઠળના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીગીરી કરીને આજે સરકાર સામે પોતાની વિવિધ પડતર માંગણી સંતોષવા માટે એક દિવસની માસ સી.એલ. પર ઉતરીને રક્તદાન કેમ્પ, સફાઈ અભિયાન અને રામધૂન બોલાવીને કાર્યક્રમ યોજી વિરોધ નોંધવાનો નવતર કીમિયો અજમાવ્યો છે,

સરકારના જીલ્લા પંચાયત હેઠળ રાજ્યભરમાં અંદાજે ૩૫ હજાર કર્મચારીઓની છેલ્લા ઘણા સમયથી પગારની વિસંગતા સહિત ૧૦ જેટલા પ્રશ્નોને લઈને વારંવાર રજૂઆત કરવા છતા ઉકેલ ન આવતા આજે ગુજરાતભરમાં આરોગ્ય કર્મચારીઓ એક દિવસની માસ સી.એલ. પર ઉતરીને વિરોધ નોંધાવી રક્તદાન કેમ્પ, સફાઈ અભિયાન અને રામધૂનનો કાર્યક્રમ કરીને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે,

જેના પગલે જામનગર જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ૪૪૮ જેટલા કર્મચારીઓ પણ જોડાઈને આજે રક્તદાન કેમ્પ, અલગ-અલગ સંસ્થામાં સફાઈ અભિયાન, રામધૂન બોલાવવાનો કાર્યક્રમ દિવસભર યોજવામાં આવશે, છતા સરકારની આંખ નહીં ઉધડે તો આગામી તા.૧૫ થી અચોક્કસ મુદ્દત માટે હડતાળની ચીમકી અપાઈ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.