મોંધવારીથી કંટાળીને જામનગરના સરકારી કર્મચારીએ કરી ઈચ્છા મૃત્યુ ની માંગણી

સરકાર મંજૂરી આપે પછી જ  હક્કહિસ્સા ચૂકવી શકાય:વીસી

મોંધવારીથી કંટાળીને જામનગરના સરકારી  કર્મચારીએ કરી ઈચ્છા મૃત્યુ ની માંગણી

mysamachar.in-જામનગર

આજના મોંધવારીના જમાનામાં આમ નાગરિકોની કફોડી સ્થિતિ છે તેમ સામાન્ય  સરકારી કર્મચારીને  પણ ટૂંકા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ મુશ્કેલી પડી રહી છે   ત્યારે જામનગરમાં   આયુર્વેદ યુનિવર્સીટીના  એક કર્મચારીને હાઇકોર્ટે પુનઃ ફરજ પર લેવાનો હુકમ કર્યો હોવા છતાં કારમી મોંઘવારી વચ્ચે હક હિસ્સા ન મળતા આ કર્મચારી આખરી  રસ્તો અપનાવીને રાજ્યપાલને અરજી કરીને ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે,

જામનગર આયુર્વેદ યુનિવર્સીટીના કર્મચારી દિપકભાઈ યુ. પરમાર રોગ વિજ્ઞાન વિભાગમાં લેબ એટેન્ડન્ટ તરીકે ફરજ હોય 2003માં નોકરીમાંથી છુટા કરાયા હતા તેની સામે દિપકભાઈ યુ. પરમાર  પોતાને થયેલ અન્યાય સામે કોર્ટમાં જતા પુનઃ નોકરી પર લેવાનો કોર્ટ હુકમ કર્યા બાદ આયુર્વેદ યુનિવર્સીટી દ્વારા આ કર્મચારીને  નોકરીની તારીખથી  સિનિયોરીટી ગણી ફરજ મુક્ત કરેલ તે સમયથી પગારનું ફિક્સેશન કરી તેમનો હાલનો થતો પગાર ગ્રેડ અનુસારનો પગાર વગેરે હક્ક હિસ્સા આપવા માટે વારંવાર માંગણી અને રજુઆત કરવામાં આવી હતી,

આમ આજની કારમી મોંઘવારી વચ્ચે દીપકભાઈનો હાલમાં 14  હજાર પગાર હોય અને  દીપકભાઈ પરમારએ લોન લીધેલ હોય તેના હપ્તા પણ ભરાતા નથી, અને પુત્રના ઉચ્ચ અભ્યાસમાં, મકાન ભાડામાં પગાર વપરાય જાય છે તે સહિતના મુદ્દા  સાથે મારી આવી ખરાબ આર્થિક-સામાજિક પરિસ્થિતિથી  કંટાળીને હવે ઈચ્છા મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી  આથી  ઈચ્છા મૃત્યુ માટે રજા આપવા રાજ્યપાલને  રજૂઆતના અંતે જણાવ્યું છે. 

સરકાર મંજૂરી આપે પછી જ  હક્કહિસ્સા ચૂકવી શકાય:વીસી:સંજીવ ઓઝા
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કર્મચારીના આ પ્રશ્ને જયારે mysamachar.in દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વી.સી સંજીવ ઓઝા ની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે કર્મચારીની ઉતાવળ વાજબી છે પણ આ આખીય આર્થિક બાબત હોય જ્યાં સુધી રાજ્ય સરકાર મંજૂરી ના આપે ત્યાં સુધી હક્ક હિસ્સા ચૂકવી શકાય તેમ નથી.