જામનગર જિલ્લામાં આજે ક્યાં પડ્યો કેટલો વરસાદ

સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીના આંકડા

જામનગર જિલ્લામાં આજે ક્યાં પડ્યો કેટલો વરસાદ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા બે દિવસ મેઘરાજાએ મહેર કર્યા બાદ ખાસ વરસાદ ક્યાય નોંધાવવા પામ્યો નથી,તો હજુ જીલ્લાના અમુક જળાશયો પણ ખાલી છે,અને ખેડૂતો પણ વધુ વરસાદની રાહ જુએ છે,ત્યારે મેઘરાજાની મહેરની વાટ વચ્ચે આજે જામનગર જિલ્લામાં સવારે ૬:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો..સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં જામજોધપુરમા બે ઈંચ, જયારે જોડીયામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે,એ સિવાય જિલ્લામાં અન્યત્ર વરસાદ ક્યાય નોંધાયો નથી