રાજયના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની રીવ્યુ બેઠક યોજાઇ

જાણો ક્યાં મુદ્દાઓની થઇ ચર્ચાઓ

રાજયના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની રીવ્યુ બેઠક યોજાઇ

mysamachar.in-જામનગર

રાજયના ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંઘના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની રીવ્યુ બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં આજે યોજાઇ હતી.જેમાં જીલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,

આ બેઠકમાં ચીફ સેક્રેટરી જે.એન.સિંઘએ જિલ્લાના મહત્વના પ્રશ્નો જેવાકે,પ્રમોલગેશન,પાણીની સ્થિતિ, ટેકાના ભાવે ખરીદ થતી મગફળી, જિલ્લાની વરસાદની સ્થિતિ,જિલ્લાની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ, હેલ્થ,એજ્યુકેશન,એમ.પી.શાહ મેડીકલ કોલેજને લગત પ્રશ્નો વગેરેપ્રશ્નોની ઝીણવટપૂર્વક માહિતી મેળવી અને સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સુચનો કરેલ હતા.ત્યારબાદ ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંઘના હસ્તે “મિશન શક્તિ”ની સી.ડી.નું લોન્ચીંગ કરવામાં આવેલ હતું.

આ બેઠકમાં કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિક,મહાનગરપાલિકાના કમિશ્નર આર.બી બારડ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ,અધિક નિવાસી કલેકટર સરવૈયા,તથા જિલ્લા વહિવટીતંત્રના દરેક વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.