દ્વારકા અને જામનગર જિલ્લામાં મેઘરાજાની દેવાવાળી...જામનગર જિલ્લામાં આજે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જામજોધપુર તો કલ્યાણપુરમાં પણ ધોધમાર 

દ્વારકા અને જામનગર જિલ્લામાં મેઘરાજાની દેવાવાળી...જામનગર જિલ્લામાં આજે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જામજોધપુર તો કલ્યાણપુરમાં પણ ધોધમાર 

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર શહેર અને જીલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘમહેર અવિરત રહી છે , સતત વરસાદ ને કારણે ગરબાના કેટલાય આયોજનો આજે મોકૂફ રાખવાની ફરજ પડી છે, આજે સવારે છ વાગ્યાથી માંડીને રાત્રીના આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જામનગર જીલ્લાના જામજોધપુરમાં છેલ્લા બે કલાકમાં બે ઈંચ વરસાદ સાથે દિવસનો છ ઈંચ વરસાદ નોંધાયો છે, જયારે જોડીયા તાલુકામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે, 


તો અન્ય તાલુકાઓમાં આઠ વાગ્યા સુધીનો વરસાદ જોઈએ તો જામનગર શહેરમા સાડા ત્રણ ઈંચ, કાલાવડમા બે ઈંચ, લાલપુરમાં સવા ત્રણ ઈંચ, ધ્રોલમાં બે ઈંચ, વરસાદ નોંધાયો છે, તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના કેટલાય ગામોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે, જેમાં ખંભાળીયામાં ૬ ઈંચ, કલ્યાણપુરમા ૬  ઈંચ, ભાણવડમા ૯ ઈંચ વરસાદ નોંધાયો છે, તો લાંબા ગામે ૧૪ જેટલો વરસાદ ખાબ્ક્યાનું જાણવા મળે છે.