જામનગર જિલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં આટલો પડ્યો વરસાદ

આજી-૩ ડેમમાં આવ્યું આટલું પાણી

જામનગર જિલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં આટલો પડ્યો વરસાદ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં આજે મેઘો કઈક મહેરબાન થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,આજે સવારે ૬:૦૦ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં વાત કરવામાં આવે તો જિલ્લામાં ધ્રોલમાં ૨ ઈંચ,જામનગર શહેરમા ૧ ઈંચ,જોડીયામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે,તો જામનગર શહેર ને પાણી પુરુ પાડતા આજી-૩ ડેમમાં ૭૨.૬૧ એમસીએફટી પાણીની આવક ઉપરવાસમાં વરસાદને કારણે થઇ છે,જે એક માસ જેટલો જથ્થો ઉપલબ્ધ થયાનું અધિકારી જણાવે છે.