જામનગર જીલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને લખ્યો આ પત્ર..

અ...ધ.ધ..જગ્યાઓ છે ખાલી...

જામનગર જીલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને લખ્યો આ પત્ર..

mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લા પંચાયત હેઠળની જુદી-જુદી કચેરીઓ આશરે એક હજાર જેટલી જગ્યાઓ ખાલી છે.ઘણા સમયથી જગ્યાઓ ખાલી હોવાને કારણે એક જ કર્મચારીને ૨ થી ૩ કર્મચારીના ચાર્જથી વહીવટ ચલાવવો પડે છે.રાજય સરકારે જાહેરાત કરેલ કે ૧૦ વર્ષ સુધી દર વર્ષે ક્લાર્ક-તલાટી વિ.ની નિયમીત ભરતી કરવામાં આવશે. છેલ્લા ૨ વર્ષથી ભરતી નહિ કરી બેરોજગારી પણ વધે છે.તેમજ એક વર્ષથી કલાર્ક-તલાટીની અખબારોમાં જાહેર ખબર આપી અરજીઓ માંગવામાં આવેલ. તેમ છતાં હજી સુધી અરજી કરનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી અને દિવસેને દિવસે નિવૃત્ત થનાર કર્મચારીઓને કારણે  જગ્યાઓ ખાલી થતી જાય છે.

બાંધકામ તથા સિંચાઈ શાખામાં ૧ થી ૨ નાયબ ઈજનેર છે.સમગ્ર જિલ્લામાં પેટા વિભાગના કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલતા હોય ત્યારે વધારાના ચાર્જ થી ઇજનેરો પાસે કામ લેવાય છે. કામના ભારણ ને કારણે કર્મચારી-અધિકારીઓ નોકરીમાંથી વિ.આર.એસ લેવાના નિર્ણય કરે છે. બાંધકામ તથા સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા ઘણા મહિનાઓથી ખાલી છે. જે ભરવામાં આવતી નથી. જેથી નાયબ કાર્યપાલક ઇજનેરને વધારાનો ચાર્જ આપી શોષણ કરવામાં આવે છે.

બાંધકામમાં દર ૨૫ કી.મી.ના રસ્તા માટે ૧ વકૅ આસિસ્ટન્ટ રાખવાની જોગવાઈ છે. જિલ્લા પંચાયતના ફુલ ૧૨૫૦ કિ.મી.ના રોડ-રસ્તા જે જેથી અંદાજે ૬૦ વકૅ આસિસ્ટન્ટોની જરૂરિયાત સામે હાલમાં ૧૦ વકૅ આસિસ્ટન્ટો ઉપલબ્ધ છે.જેવો જુદી-જુદી વધારાની બીટનો ચાજૅ પણ સંભાળે છે, આવું જ સિંચાઈ શાખાનાં ૪૭ વકૅ આસિસ્ટન્ટો સામે હાલમાં ફક્ત ૮ થી ૧૦ વકૅ આસિસ્ટન્ટો ફરજ બજાવે આવે છે.સરકાર ધ્વારા વકૅ આસિસ્ટન્ટો નિવૃત થાય એટલે તે જગ્યા નાબૂદ કરવાની જોગવાઈ કરવાને કરણે ખાલી જગ્યા ભરવાની નથી. ડ્રાઈવર-પટાવાળામા પણ નિવૃત થાય એટલે તે જગ્યા નાબૂદ-રદ કરવાની જોગવાઈ કરેલ હોય તે તમામ જગ્યા ખાલી જગ્યામાં ગણાવી શકાય નહીં. અન્યથા સેંકડો વધારવાની જગ્યાઓ ખાલી જગ્યામાં ગણતરી થઇ શકે.

તદુપરાંત આરોગ્ય-શિક્ષણ-હિસાબી અગત્યની શાખાઓમાં જગ્યાઓ ખાલી કારણે વહીવટી કામમાં ખૂબ જ મુશ્કેલી પડે છે.નિયમીત કામ થતાં નથી.ગામડાઓમાંથી અરજદારો કામ સબબ ધક્કા ખાય છે.કર્મચારીઓની અછતને કારણે સમયસર કામ પહોંચી શકાય તેમ ન હોય વિકાસના કામો ઠપ્પ થઈ ગયા હોય તેવું જણાય છે,વર્ગ-૩ ના કર્મચારીઓને વર્ગ-૨ નો વધારાનો ચાર્જ સોંપવા પડે છે.

રાજ્ય સરકાર બાંધકામ-સિંચાઈના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપે છે.નવી નવી યોજનાઓ બહાર પાડે છે.પરંતુ સરકારની ગ્રાન્ટના વિકાસનાં કામો કે નવી નવી યોજનાઓની અમલવારી કરવા માટે મેનપાવરની અછતને કારણે સમયસર કામોની અમલવારી થઈ શકતી નથી...ગામડાઓની પ્રજા સુધી યોજનાઓના લાભો સમયસર મળતા નથી.

રાજ્ય સરકાર ખાલી જગ્યાઓ ભરવા માટે આઉટસોર્સિંગ પધ્ધતિનો અમલ કરે છે.પરંતુ આઉટસોર્સિંગવાળી એજન્સી પૂરતું વેતન ચૂકવતી નથી. સમયસર પગાર કરતી નથી. તેમજ ૧૧ માસ માટે જ નિમણુંક કરવાને કારણે નિમણુંક પામનારા કર્મચારીની જવાબદારી રહેતી નથી. શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકતી નથી.જેથી નિયમીત રીતે કાયમી ધોરણે ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો રાજય સરકારની જુદી-જુદી યોજનાઓની અમલવારી સમયસર થઈ શકે અને બેરોજગારી અંગે શિક્ષીત યુવાનો-યુવતિઓને નોકરી પણ મળી શકે તેમજ કરોડો રૂપિયાની ગ્રાન્ટોનો સમયસર ઉપયોગ થઈ શકે. તેમ જીલ્લા પંચાયત પ્રમુખે નયનાબેન માધાણી એ મુખ્યમંત્રીને પત્ર પાઠવી યોગ્ય થવા મુદ્દાસર રજૂઆત કરી છે.