Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા શેરી ગલીઓ અને મહોલ્લામાં એકઠા થતા લોકો પણ પોલીસની નજરથી બાકાત ના રહે તે માટે ડ્રોન કેમેરાની મદદ લીધી છે, અને ડ્રોન કેમેરાની મદદથી બને જિલ્લાઓમાં જાહેરનામાં ભંગના ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે,તેમાં જો જામનગરની વાત કરવામાં આવે તો બેડી વિસ્તારમાં આસપાસથી ડ્રોન કેમેરાની મદદથી 7 ઈસમોને ઝડપી પાડ્યા બાદ તમામ વિરુદ્ધ જાહેરનામાંભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે, તો દ્વારકામાં પણ સલાયા અને ખંભાલીયા વિસ્તારમાં જાહેરનામાં ભંગના 10 કેસો નોંધી અને 18 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.અને ડ્રોન કેમેરાની મદદથી આ કાર્યવાહી બન્ને જીલ્લામાં લોકડાઉન દરમિયાન અવિરત રહેશે