Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર વરસાદ અમુક ગામડાઓમાં વરસી રહ્યો છે, આજે સવારે 7 વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો કાલાવડમાં 2 ઇંચ, જામજોધપુરમાં 2 ઇંચ, અને લાલપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, તો તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નોંધપાત્ર કહી શકાય તેવા આંકડાઓ પર નજર કરવામાં આવે તો કાલાવડના નિકાવામા 1 ઇંચ, મોટાવડાળામાં 2 ઇંચ, જામજોધપુર તાલુકાના જામવાડી, વાંસજાળીયા, અને ધ્રાફામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, તો લાલપુર તાલુકાના મોટા ખદબા અને મોડપર ગામે એક એક ઇંચ જયારે ડબાસંગ ગામે 2 ઇંચ વરસાદ નોંધાયો છે, તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાલીયા સહીત ગ્રામીણ વિસ્તારોમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો તેમાં પણ ખંભાલીયા તાલુકાના વીંઝલપર ગામે 4 ઇંચ જેટલો વરસાદ થતા ગામ નજીક આવેલ નદી બે કાંઠે વહેવા લાગી હતી, અને વીંઝલપર ગામના ચેકડેમ પણ ઓવરફલો થયાનું જાણવા મળે છે. ઉપરાંત જીલ્લાના ટીંબડી, કજુરડા, કાઠી દેવળિયા અને કોઠા અને કબર વિસોત્રીમા 2 ઇંચ જેટલો વરસાદ પડ્યાનું અને ઘી ડેમમા 1.25 ફૂટ નવા નીરની આવક થયાનું સ્થાનિક પ્રતિનિધિ જણાવે છે.