જામનગર:ફ્લાયઓવર નો પ્રોજેક્ટ ખોરંભે,૪૦ લાખથી વધુના પ્રજાના પૈસાનો ધુમાડો....

શાશકો ગ્રાન્ટ ના લાવી શક્યા

જામનગર:ફ્લાયઓવર નો પ્રોજેક્ટ ખોરંભે,૪૦ લાખથી વધુના પ્રજાના પૈસાનો ધુમાડો....

mysamachar.in-જામનગર

જામનગર શહેરમાં ટ્રાફિક ની સમસ્યા નું નિરાકરણ થાય તેવા હેતુથી વર્ષ ૨૦૧૨ ના બજેટમાં રાજ્યસરકાર દ્વારા શહેર ના સાતરસ્તા થી સુભાષબ્રીજ સુધીના માર્ગ પર  ફ્લાયઓવર બનાવવા માટે ની જાહેરાત તો કરી દીધી પણ આજે પાંચ વર્ષ ઉપરનો સમય વીતી ચુક્યા છતાં પણ આ પ્રોજેક્ટ માટે રાજ્યસરકારમાં થી કોઈ ગ્રાન્ટ ના મળતા ફ્લાયઓવર નો પ્રોજેક્ટ તો ખોરંભે ચઢી જ ગયો પણ અધુરામાં પુરુ મનપા એ આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે નિયુક્ત કરેલ કન્સલ્ટન્સી ને ૪૦લાખ થી વધુની રકમ પણ ચૂકવી દીધી.. 

જામનગર શહેર....સાત લાખ જેટલી વસ્તી ધરાવતા અને એક સમયે સૌરાષ્ટ્ર ના પેરીસ કેહવાતા આ શહેર માં જેમ જેમ વસ્તીનો ગ્રાફ વધી રહ્યો છે..તેમ તેમ વાહનોની સંખ્યા વધવાની સાથોસાથ શહેર માં ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બનતી જાય છે...જામનગર શહેર ના સાતરસ્તા સર્કલ થી સુભાષબ્રીજ ને જોડતા માર્ગ ની આ તસ્વીર છે,આ માર્ગ પરથી દૈનિક ૧૫૦૦૦ થી વધુ વાહનોની અવરજવર થતી હોય છે...અને એસટીબસો ને ડેપો પર જવા માટે નો મુખ્ય રૂટ પણ આ જ છે..ત્યારે શહેર ની ટ્રાફિક સમસ્યા ને જોતા વર્ષ ૨૦૧૨ માં રાજ્યસરકાર ના બજેટમાં સાતરસ્તા સર્કલ થી સુભાષબ્રીજ સુધીના આ માર્ગને ૧૫૨ કરોડ ના ખર્ચે ફ્લાયઓવર બનાવવાના પ્રોજેક્ટની મહત્વની કહી શકાય તેવી જાહેરાત તો સરકાર દ્વારા મોટાઉપાડે કરી દેવામાં આવી અને ફ્લાયઓવર પ્રોજેક્ટ માટે મનપા એ પણ તાબડતોબ કન્સલ્ટન્સી નીમી અને ૪૦ લાખ ઉપરાંત ના ખર્ચે આખોય પ્રોજેક્ટ પણ તૈયાર કરાવી લીધો પણ સરકારમાં થી ગ્રાન્ટ ના મળતા આ પ્રોજેક્ટ હાલ પુરતો તો ખોરંભે ચઢી ગયો છે, 

વર્ષો થી રાજ્યના અન્ય શહેરો ના વિકાસ પર નજર કરીએ અને જામનગરના વિકાસ કામો પર નજર કરીએ તો અહી દેખીતો ફરક લાગે અને વિકાસના કામો જેવા કે ઓવરબ્રીજ,અન્ડરબ્રીજ,લાઈટીંગ વગેરે તમામ ક્ષેત્રોમાં અન્ય શહેરની સરખામણીએ જામનગર પાછળ પડતું રહેતું હોય તેવો ભાસ જામનગર ના લોકોને થતો રહ્યો છે...એવામાં શહેરમાટે  મહત્વનો કહી શકાય તેવા  ફ્લાયઓવર બનાવવાની જાહેરાત ૨૦૧૨ મા રાજ્યના બજેટમાં કરવામાં આવ્યા બાદ આજે પાંચ વર્ષ વીતી ચુક્યા છતાં આ ફ્લાયઓવર નો પ્રોજેક્ટ મનપા ના કાગળો પર થી કા તો ગાયબ થઇ ગયો અને કા તો રાજ્ય સરકાર અને મનપા માટે આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે..ફ્લાયઓવર નું નિર્માણકાર્ય તો ના થયું પરંતુ જયારે આ ફ્લાયઓવર બનાવવાની જાહેરાત થઇ હતી ત્યારે તેના પ્રોજેક્ટ માટે ૪૦ લાખ રૂપિયા ઉપરાંત ની રકમ કન્સલ્ટન્સી પાર્ટી ને આ સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખાઓ તૈયાર કરવા માટે ફી પેટે ચૂકવી દેવાની બાબત ને મનપાએ પ્રજાના  નાણાને ગેરવલ્લે કરી નાખ્યા છે, 

જે રીતે મનપાના  આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે તેમ રાજ્યસરકાર આ મસમોટા પ્રોજેક્ટ અંગેની ગ્રાન્ટ આપવાના મુડમાં હાલમાં હોય તેવું લાગતું નથી....માટે આ પ્રોજેક્ટ નું કોઈ અસ્તિત્વ હાલતો દેખાતું નથી ત્યારે વણવિચારી અને મનપા એ ૪૦ લાખ નો ધુમાડો ઉતાવળે કરી નાખ્યો હોય તેમ લાગે છે....

ત્યારે સ્વાભાવિક જ સવાલ એ પણ થાય કે રાજ્યના કેબિનેટ માં નંબર એક નું સ્થાન ધરાવતા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ જામનગર શહેર વિસ્તારમાં જ ચૂંટાયા છે..ત્યારે શહેર ના મહત્વના હાર્દસમા પ્રોજેક્ટ અંગે તેવો એ સતર્કતા દાખવી અને સરકારમાં થઈ ગ્રાન્ટ લાવવા પ્રયાસો કરવા જોઈએ...આ સાથે જ મનપાના શાશકો પણ પાંચવર્ષથી  આ પ્રોજેક્ટ ની ગ્રાન્ટ સરકારમાં થઈ લાવવામાં નિષ્ફળ રહ્યાની પ્રતીતિ પણ કયાંક ને કયાંક થઇ રહી છે...