જામનગર:હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની જાહેરાત ને પગલે જામનગરમાં કલમ ૧૪૪ લાગુ

જામનગર:હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની જાહેરાત ને પગલે જામનગરમાં કલમ ૧૪૪ લાગુ

જામનગર:પાસ કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદના સોલા ખાતે પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે આવતીકાલે ઉપવાસ આંદોલનની જે  જાહેરાત કરી છે,તેને  પગલે જામનગર જિલ્લામા કોઈ અઘટિત ઘટના ના બને તે માટે સાવચેતીના ભાગરૂપે જીલ્લા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ સરવૈયા દવારા કલમ ૧૪૪ લાગુ કરવાનો હુકમ કરતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે જાહેરનામાને અનુલક્ષી ને ચારથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.