જામનગરના એસપી તરીકે શરદ સિંઘલ એ ચાર્જ સંભાળ્યો

આવતાની સાથે જ અધિકારીઓને મળ્યા

જામનગરના એસપી તરીકે શરદ સિંઘલ એ ચાર્જ સંભાળ્યો

mysamachar.in-જામનગર:

જામનગરમાં એસ.પી.પ્રદીપ સેજુળની બદલી થયા બાદ આજે નવા આવેલા એસ.પી.શરદ સીંઘલએ વિધિવત રીતે હોદાનો ચાર્જ સંભળતા સાથે જ શહેર તથા જિલ્લાના પોલીસ અધિકારી સાથે બેઠકોનો ધમધમાટ યોજીને જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને નવા એસ.પી. નું આગમન થતાની સાથે જ સ્વાગત કરીને અધિકારીઓ દ્વારા સલામી આપવામાં આવી હતી ત્યારે જામનગર જિલ્લામાં જમીન કૌભાંડો,આર્થિક લગતા ગુન્હાઓ,માથાના દુઃખાવારૂપ રેતીની ખનીજ ચોરી,વ્યાજવટાવ વગેરે ગુન્હાઓ પડકાર રૂપ હોય તેની સામે નવા આવેલા એસ.પી. શરદ સિંઘલ કડક હાથે કાર્યવાહી કરે તેવું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે.