જામનગરને પાણીપુરુ પાડતા રણજીતસાગર અને સસોઈ ડેમની સપાટી પહોચી આટલી... 

જામનગરને પાણીપુરુ પાડતા રણજીતસાગર અને સસોઈ ડેમની સપાટી પહોચી આટલી... 

Mysamachar.in-જામનગર:
જામનગર વાસીઓની નજર જેના પર હોય છે તે જામનગર શહેરને પાણી પુરુ પાડતા ડેમો પૈકી બે મહત્વના કહી શકાય તેવા સસોઈ અને રણજીતસાગર આ બન્ને ડેમ થોડા દિવસો પૂર્વે ખાબોચિયામાં પરિવર્તિત થઇ ચુક્યા બાદ કુદરતે મહેર કરી અને બંને ડેમને મોટા ભાગે ભરી દેતા જામનગરના શહેરીજનો પરથી જળસંકટ ટળી ગયું છે, રણજીતસાગર ડેમની કુલ સપાટી ૨૭ ફૂટ છે જેમાં થી આજની સ્થિતિએ ૨૧.૭ ફૂટ સપાટી ભરાઈ ચુકી છે, જયારે સસોઈ ડેમની કુલ સપાટી ૨૨ ફૂટ છે જે આજની સ્થિતિએ ૧૬.૫૦ ફૂટ ભરાયેલી હોવાનું મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યું છે.