Mysamachar.in:જામનગર
મોટર વાહન વેરા એ રાજ્ય સરકારની આવકનો મહત્વનો ભાગ છે. નોંધનીય છે કે જામનગર જેવા જિલ્લામાં મોટા ઔધોગિક એકમો રહેલા હોય અને દરિયાઈ બંદરો (પોર્ટ) પણ આવેલા હોય તેથી જામનગર જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ નું પ્રમાણ વધુ છે. જેથી ટ્રાન્સપોર્ટ ઉધોગને સાથે સંકળાયેલા કેટલાક વાહનો મોટર વાહન વેરા ઘણા સમયથી ન ભરાયેલ હોવાનું R.T.O.- જામનગર કચેરીના ધ્યાન પર આવતા વાહન વ્યવહાર કમિશ્નર ગાંધીનગર ગુજરાત રાજ્યની સુચનાથી અને ઇન્ચાર્જ આર.ટી.ઓ.. જામનગર જે.જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને
તા05-03-2022થી તા૦7-૦3-2022 દરમિયાન સિક્કા, મોટીખાવડી, ચેલાચંગા, પાટીયા, ખીજડીયા ચોકડી, જોડિયા, કાલાવડ, જામજોધપુર જેવા વિસ્તારોમાં બાકી ટેકસ વસુલાત કરવા અંગેની ચેકિંગ ડ્રાઈવ આયોજિત કરેલ, જેમાં કુલ 21 ટેક્સ ડિફોલ્ટર વાહનોને મેમાં આપીને કુલ રૂ. 9,46,313/- નો દંડ કરેલ, જે પૈકી રૂ. 6,88,774/- નો દંડ વસૂલાત પૂર્ણ કરેલ જે પૈકી ટેક્સ ભરવાના બાકી રહેલ 4 વાહનોને ડિટેન કરેલ. વધુમાં ઇન્ચાર્જ આર.ટી.ઓ,-જામનગર જે.જે ચૌધરી દ્વારા મોટર વાહન વેરો બાકી હોય તેવા વાહનોને કબજો ધરાવતા કે માલિકોને તેઓના વાહનોનું સત્વરે બાકી વેરો ઓનલાઈન પરિવહન પોર્ટલ પર કે આર.ટી.ઓ. કચેરી ખાતે ફરી જવા અપીલ કરવામાં આવી છે, અન્યથા વાહન ડીટેઈન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે