મનપામાં ફડાકાની ગુંજ બાદ શું થયું તો કે...

વારંવાર આવા બનાવો બને છે.

મનપામાં ફડાકાની ગુંજ બાદ શું થયું તો કે...

Mysamachar.in-જામનગર:

જામનગરમાં ફરી એકવખત મહિલા કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે, એક તરફ જામનગર શહેરમાં ડેન્ગ્યુંનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે ડોર ટુ ડોર સર્વે અને ફોગીંગ કરવા માટે નીકળેલી ટીમના ડોક્ટર પર મહિલા કોર્પોરેટરે તમાચો ઝીંકી દેતા વાતાવરણ ગરમાયું છે, અને મોડીરાત સુધી ગાજેલા આ મુદ્દામાં જાણે કાઈ થયું જ ના હોય તેવો ઘાટ ઘડાયો છે, આરોગ્ય સ્ટાફે પણ જ્યાં સુધી કોર્પોરેટર સામે પગલા ના લેવાય ત્યાં સુધી કામગીરી ના કરવાનો નિર્ધાર કરી લીધો છે, તો બીજી તરફ કમિશ્નર કહે છે કે કામગીરી રાબેતા મુજબ છે, 


જામનગરના કાલાવડનાકા નજીક પાંચહાટડી વિસ્તારમાં  ફોગીંગ કરવા માટે મનપાની આરોગ્ય વિભાગની ટીમો નીકળી હતી, અને ત્યાં સ્થાનિક કોર્પોરેટર જેનબ ખફી પણ આવી પહોચ્યા હતા, અને તેવોએ કેમ ફોગીંગ મશીન ચાલુ નથી થતું તેમ ડો.મનોજ નકુમ ને જણાવેલ તેથી ડોક્ટરે બીજું ફોગીંગ મશીન પણ મંગાવ્યું હતું, પણ તે પણ ચાલુ ના થતા કોર્પોરેટર ગિન્નાયા હતા, અને તેવોએ ડો.મનોજ નકુમ ને તમાચો ઝીંકી દેતા આરોગ્ય સ્ટાફમાં ભારોભાર રોષ ફેલાઈ જવા પામ્યો છે,

ઘટના બાદ ડો.નકુમના આક્ષેપ પ્રમાણે તેવોને બળજબરીથી મનપા ખાતે કોર્પોરેટર દ્વારા લાવવામાં આવ્યા હતા, ઘટનાથી રોષિત થયેલા મેડીકલ સ્ટાફ પણ મનપા ખાતે એકઠો થઇ ગયો હતો અને કામગીરી ના કરવા માટે નિર્ધાર કરી અને કમિશ્નરને મળ્યા હતા, કમિશ્નરે કહ્યું કે જો સ્ટાફ લેખિત આપે તો પોલીસ ફરિયાદ સુધીની તૈયારી દર્શાવી હતી, અને કામગીરી રાબેતામુજબ ચાલુ હોવાનું કહ્યું હતું. આમ મોડીરાત સુધી મનપા અને શહેરભરમાં મુદ્દો ભારે ચર્ચાયા બાદ સવારે જાણે આ મુદ્દે કશું જ થયું ના હોય તેવો ઘાટ ઘડાતા આશ્ચર્ય સર્જાયું છે.