જામનગરની નામાંકિત મહેતા પબ્લીસીટી ને બ્લેકલીસ્ટ કરાઈ...

શું છે કારણ જાણવા ક્લીક કરો..

જામનગરની નામાંકિત મહેતા પબ્લીસીટી ને બ્લેકલીસ્ટ કરાઈ...
ફાઈલ તસ્વીર

mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકા મા શહેરમા હોર્ડીંગ્ઝ નો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે,એવામાં વર્ષોથી પોતાનું એક ચક્રીય શાશન જમાવીને બેઠેલા મહેતા પબ્લીસીટી ને અંતે પણ બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય મનપાની સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે,

મળતી વિગતો મુજબ આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કેટલાય  મહત્વના નિર્ણયો પર કમીટી દ્વારા મંજુરીની મહોર મારી દેવામાં આવી છે,તેમાં એક મુદ્દો મહેતા પબ્લીસીટી નો પણ છે,
જામનગરમાં વર્ષોથી હોર્ડીંગ્ઝ લગાવતી નામાંકિત મહેતા પબ્લીસીટી એજન્સી દ્વારા વર્ષ ૨૦૧૭ મા કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ચુક્યા બાદ પણ મનપાની વખતોવખત ની સૂચનાઓને ના અનુસરીને તેને પોતાના હોર્ડીંગ્ઝ યથાવત રાખતા અંતે મનપા એ તેના હોર્ડીંગ્ઝ ઉતારવાની ફરજ પડી હતી,

જે બાદ મનપાની એસ્ટેટ શાખા એ મંજૂરી વગર લગાવેલ હોર્ડીંગ્ઝના ચાર્જ સ્વરૂપે મહેતા પબ્લીસીટી ને ૬૯ લાખની માતબર રકમ ચૂકવવા માટે આદેશ કર્યો હતો,પણ અવારનવારની પ્રક્રિયાઓ છતાં પણ મહેતા પબ્લીસીટી ટ્સની મસ ના થતા અને મનપા ને ૬૯ લાખ ના ચૂકવતા મ્યુ.કમિશ્નર બારડની આ એજન્સી ને બ્લેકલીસ્ટ કરવાની  દરખાસ્તને ગ્રાહ્ય રાખીને આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટી મા મહેતા પબ્લીસીટી એજન્સી ને બ્લેકલીસ્ટ કરવામાં આવી છે,

એજન્સીને તો બ્લેકલીસ્ટ કરી દેવાઈ પણ મનપાના ૬૯ લાખની રિકવરીનું શું આ સવાલ જયારે  મનપાના અધિકારી મુકેશ વરણવા ને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ અંગે જરૂરી કાર્યવાહી સાથે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરીને ૬૯ લાખની રિકવરી કરવાના શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.