દાનવીરો જામનગરના M.P.SHAH મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ માટે આગળ આવે તેવી અપીલ કરાઈ
કપરી પરિસ્થતિમાં વૃદ્ધો સુરક્ષિત છે

Mysamachar.in-જામનગર
હાલમાં કોરોનાની કપરી મહામારી સ્થિતિ ચાલી રહી છે, ત્યારે જામનગરમાં આવેલ એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના સર્વે વડીલો, કોરોનાની કપરી સ્થિતિમાં સુરક્ષિત છે. તેવો મેસેજ સંસ્થા દ્વારા આપી અને આપ સર્વેને આશીર્વાદ પાઠવે છે. તેમ જણાવતા વધુમાં કહ્યું છે કે શૂર અને વીરની ધરતી પર દાનવીર પાકતા જ રહે છે જેના થકી સામાજિક સંસ્થાઓ ટકી રહે છે. લોકડાઉનના કારણે વૃદ્ધાશ્રમની રોજિંદી દાનની આવક ઘણી ઓછી થઈ ગઈ હોવાથી નિભાવ ખર્ચ માટે દાતાઓના સહયોગની જરૂર છે. દાન આપવા માટે આપ રૂબરૂ ના આવી શકો પણ દાનની રકમ બેંકમાં ટ્રાન્સફર કરી વૃદ્ધાશ્રમના નિભાવ માટે દાન આપશો તેવી નમ્ર વિનંતી છે, ત્યારે જામનગરમાં ઘણા દાનવીરો છે, જે આવા સમયે ખડેપગે ઉભા હોય છે, તેમને એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ દાન આપવા અપીલ કરે છે, જે લોકો દાન આપવા માટે ઈચ્છુક હોય તે નીચે આપેલ બેન્કની વિગત પર પોતાની દાનની રકમ જમા કરાવી શકે છે.
એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ
દેના બેંક A/c No. 004910004574,
IFSC: BKDN0310532
દાનની વિગત 9724778386 માં આપશો જેથી પહોંચ બનાવી આપને મોકલી આપીશું