જામનગર:મહિલા કોર્પોરેટરના પતિ પર જીવલેણ હુમલો...

ચાર જેટલા શખ્સો આવ્યા હતા..

જામનગર:મહિલા કોર્પોરેટરના પતિ પર જીવલેણ  હુમલો...

Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧૧ ના કોંગ્રેસના કોર્પોરેટર જેતુનબેન રાઠોડના પતિ નુરાભાઈ(જે નુરા દાઢી)તરીકે ઓળખાય છે,તેના પર આજે સવારે તેમના ઘર નજીક જ જૂની અદાવતમાં હુમલોની ઘટના સામે આવી છે,ચાર જેટલા શખ્સો ઘાતક હથિયારો સાથે ઘસી આવીને વહેલી સવારે કોર્પોરેટરના પતિ પર હુમલો કરતાં હાલ તેવોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,અને ત્યાંથી તેવોને અમદાવાદ ખસેડવાની સાથે પોલીસ ફરિયાદની તજવીજ ચાલી રહી છે,ગાડી ચલાવાવની જૂની બાબતમાં આ હુમલો થયાનું હાલ તેના પત્ની જણાવે છે.