જામનગર જિલ્લાના ખેડૂતોમાં વીમાના પ્રિમીયમને લઇને ભારોભાર રોષ

કૃષિમંત્રીને રજૂઆત

જામનગર જિલ્લાના ખેડૂતોમાં વીમાના પ્રિમીયમને લઇને ભારોભાર રોષ
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

એક તરફ રાજ્યમાં લીલો દુષ્કાળ પડ્યો તો બીજી બાજુ વળતર માટે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને જામનગર જિલ્લાના ખેડૂતોમાં વીમાના પ્રિમીયમને લઇને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતો પાસેથી વાહનોના બે ટકા પ્રિમીયલ લેવાને બદલે 34 ટકા પ્રિમીયમ લઇ ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યાં છે. જામનગર જિલ્લામાં ખેડૂતોના વીમાનું કામ ભારતીય એક્સા જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસે છે. પ્રિમીયમની રકમ કંપની વસૂલ કરે છે. પરંતુ મનઘડત પ્રિમીયમને કારણે ખેડૂતોની માગ છે કે પ્રિમીયમની રકમ પાછી આપવામાં આવે અને વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટીને કારણે થયેલા નુકસાનીના વળતરમાં મોડું થવાની ફરિયાદ બાદ સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે બેઠક મળી હતી. બેઠક બાદ આર સી ફળદુએ જણાવ્યું કે વીમા કંપનીઓને તાત્કાલિક સરવેનું કામ પૂરું કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.