જામનગર કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણમા માંડ-માંડ જરાક આગળ વધ્યુ 

વાસ્તવિકતા જુદી હોઇ રેટીંગ સાચુ કે અનાયાસે?

જામનગર કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણમા માંડ-માંડ જરાક આગળ વધ્યુ 
આજની તસ્વીરો

Mysamachar.in-જામનગર:

આમ તો આપણું શહેર છે, અને તેનું નામ રોશન થાય તો ટીકા ના કરવાની હોય પણ વાસ્તવિકતા હોય તે દર્શાવવી પડે, ભલે કડવી લાગે પણ સત્ય વાત છે, જામનગર મનપા ગઈકાલ થી ખુબ હરખાયું કે જામનગરને સ્વચ્છતાના રેટિંગમાં થ્રી સ્ટાર પ્રાપ્ત થયા, પણ આજની વાસ્તવિકતા એવી પણ છે જે ફોટો આપ ઉપર જોઈ રહ્યા છો. જામનગર કોર્પોરેશન સ્વચ્છતામા માંડ-માંડ આગળ વધ્યુ છે, ત્યારે જાણકારો એમ સવાલ કરે છે કે વાસ્તવિકતા જુદી હોય આ રેટીંગ સાચુ હશે કે અનાયાસે રેટીંગ આગળ ધપી ગયુ છે.? સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા સર્વેક્ષણ -2020 માં અલગ અલગ માપદંડો પૈકી સ્ટાર પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સીટીઝ અંતર્ગત જામનગર મહાનગર પાલિકાને 3 સ્ટાર રેટીગ પ્રાપ્ત થયેલ છે,

સમગ્ર ભારત દેશના તમામ મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓનું સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવેલ જેમાં કુલ-6 શહેરોને ફાઇવ સ્ટાર રેટીગ તથા 65 શહેરોને 3 સ્ટાર રેટીગ પ્રાપ્ત થયેલ છે. જેમાં જામનગર શહેરનો પણ સમાવેશ થયેલ છે. આમ સમગ્ર દેશમાં જામનગર શહેર સ્વચ્છતાના માપદંડો મુજબ 3 સ્ટાર રેટીગ મેળવવા અગ્રેસર થયેલ છે. ગત વર્ષે જામનગર શહેરને 2 સ્ટાર રેટીગ મળેલ હતું તેમજ સમગ્ર દેશમાં 80 મો ક્રમાંક મેળવેલ હતો જેમાં ઉતારોતર સુધારા કરી 3 સ્ટાર રેટીગની સફળતા મેળવેલ છે.

શહેરની સ્વચ્છતાના માપદંડો જેવા કે રેસીડેન્શિયલ કોમર્શિયલ તથા જાહેર સ્થળોમાં સફાઈનું ધોરણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ભીના કચરનું વર્ગીકરણ ભીના તથા સૂકા કચરનું પ્રોસેસીગ હયાત ડમ્પીંગ સાઇટ પરનું વેસ્ટ પ્રોસેસીંગ કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ પ્રોસેસીંગ લેન્ડ ફીલ સાઇટ ડેવલપમેન્ટ જનજાગૃતિ પ્રવૃતિઓ વગેરે કામગીરીઓમા તમામ કામગીરીઓનું મોનીટરીંગ કરવામાં આવેલ છે, તેવો દાવો કર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે અને ઉમેરાયુ છે, શહેરમાં સ્વચ્છતાનું ઉચ્ચતમ ધોરણ જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ  રહેવા પ્રોત્સાહિત કરવામાં આવેલ છે,

તેની સામે વાસ્તવિકતા એવી છે કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અનિયમિત હોવા સાથે તે માટેના દરેક  વાહન નિયમ મુજબ ચાલતા જ નથી, ઉપરાંત ગાર્બેજ ફ્રી સીટી તો ક્યારેય જોવા નથી મળ્યુ કેમકે ઉભરાતી કચરાપેટીઓ તુટેલી કચરાપેટીઓ કચરાપેટીઓ આજુબાજુ ઉડતા કચરા ગંદકી તેમજ ડમ્પીંગ પોઇન્ટ ની સાઇટનુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાયદા મુજબ તમામ પ્રકારે કાયદેસરનુ ઓથોરાઇઝેશન તો છે જ નહી શહેરમા ઉભરાતી ગટર ગંદકીઓ ગંદી નદીઓ કેનાલ વગેરે જોતા વાસ્તવિકતા અલગ છે, અને ઉપરથી નાગરીકોને સ્વચ્છતા જાળવવા કર્પોરેશન સતાવાળાઓ અપીલ કર્યા રાખે છે.હા પણ ખાલી મનપાની જ કામગીરી થી કાઈ નહિ થાય લોકોએ પણ સ્વચ્છતા કેળવવાના આગ્રહી બનવું પડશે અને પોતાની આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે તેની કાળજી લેવી પડશે.