જામનગર:કલેક્ટરે જનતાને લોકડાઉનના નિયમોનું પાલન કરવા કર્યો અનુરોધ

આ સાથે વિડીયો પણ મુકવામાં આવ્યો છે.

Mysamachar.in-જામનગર:

આજરોજ કલેકટર રવિશંકરે જામનગરની જનતાને લોકડાઉનના નિયમોનું પાલન કરવા અનુરોધ કરતાં કહ્યું હતું કે, હાલમાં ઘણી જગ્યાએ લોકો વધુ ભીડ એકઠી કરી રહ્યા છે,લોકો ગભરાઇ નહીં કે કોઈ વસ્તુ તેમને નહીં મળે. આગામી સમયમાં ધીમે ધીમે લોકડાઉન ખુલશે,કોઈપણ વસ્તુ મેળવવા માટે લોકો લોકડાઉનના નિયમોને ભૂલે નહીં. સ્કૂટર અને કાર માટેના જે નિયમો તંત્ર દ્વારા નિર્ધારિત કરેલા છે તેમનું લોકો પાલન કરે.કલેક્ટરે શું કહ્યું તેમના સંદેશમાં તે જોવા ઉપર બતાઈ રહેલા વિડીયો પર અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in મુલાકાત કરો.