Mysamachar.in-જામનગર
કોઈપણ પ્રકારનું વ્યસન કરવું શરીર માટે હાનીકારક છે, છતાં પણ લોકો પાન, માવા, ગુટખા સહિતનું સેવન કરતા હોય છે, એવામાં લોકડાઉનને કારણે કાળાબજારી કરનારો પાસેથી ડબલથી વધુ કીમતે પણ બંધાણીઓ તમાકુ, માવા ખરીદે છે ત્યારે પોલીસ પણ આવા તમાકુ વેચાણ કરનારાઓને શોધી રહી હોય તેમ એક બાદ એક કિસ્સાઓ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી સામે આવી રહ્યા છે, ત્યારે વાત જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાની કરવામાં આવે તો…
જામજોધપુર પોલીસે સતાપર ગામે બલદેવ પરમાર અને સમીર પરમાર પોતાના ઘરની બહાર આવેલ દુકાનની પાસે દુકાનનો સામાન રાખવા બનાવેલ ગોડાઉનનુ શટ્ટર ખુલ્લુ રાખી તેમા તમાકુ તથા સોપારીના માવાનુ છાની છુપી રીતે વેચાણ કરી રેઇડ દરમ્યાન પોલીસને આવતા જોઇ માવા માવા નંગ-૧૯૯ કિ.રૂ-૧૯૯૦/- તથા સોપારી અંદાજીત કિલો-૨૦ જેટલી તેની કિ.રૂ-૬૦૦૦/- તથા બાગબાન ૧૩૮ તથા ઇગલ કંપનીના ૫૦૦ ગ્રામના ખુલ્લી હાલતમા તમાકુ ભરેલ ડબ્બા નંગ-૯ કિ.રૂ-૪૫૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૨૪૯૦/- નો મુકી નાસી જતા પોલીસે બન્ને સામે જાહેરનામાં ભંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે,તો જામજોધપુરના ગોપ ગામે ભરત પાથર નામના વ્યક્તિએ પોતાના કબ્જા ભોગવટાની વાડીમા તમાકુ તથા સોપારી તથા ચુનાના પાર્સલને વીંટી તેના પર રબર લગાવેલ માવા નંગ-૮૫ કિ.રૂ-૮૫૦નુ વેચાણ કરતા મળી આવેલ હોય તેની સામે પણ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.