જામજોધપુર બંધ ને મળ્યો જબ્બર પ્રતિસાદ..

૯ ને ડીટેઈન કરાયા.

જામજોધપુર બંધ ને મળ્યો જબ્બર પ્રતિસાદ..

mysamachar.in-જામનગર:

ગુજરાત પાસના ના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવામાફી અને અનામત આપવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.ત્યારે રાજ્યના પાટીદારો જીલ્લા અને તાલુકામથકોએ હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન,ઉપવાસ,અને બંધ જેવા કાર્યક્રમો આપી રહ્યા છે,

ત્યારે આજે રાજ્યના પૂર્વ કૃષિ અને ઉર્જામંત્રી ચીમન શાપરિયાના મત વિસ્તાર એવા જામનગર જીલ્લાના જામજોધપુર ખાતે પણ પાસ કન્વીનરો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને પગલે પોલીસ સવારથી એલર્ટ હતી,અને ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો,આજે જામજોધપુરબંધને જબ્બર પ્રતિસાદ મળ્યો છે,અને લગભગ બજારો બંધ જોવા મળી હતી,ગામ મોટાભાગે બંધ રહ્યા બાદ પાસ કન્વીનર સહિતના પાટીદારો શાળાઓ બંધ કરાવવા માટે નીકળ્યા હતા,તે તમામ આગેવાનોને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે જામજોધપુર પીએસઆઈ પરમાર અને સ્ટાફએ ૯ કાર્યકરો ને ડીટેઈન કર્યા છે.