જામનગરના એચ.જે.લાલ.ટ્રસ્ટ દ્વારા જગન્નાથજી ની રથયાત્રાનું કરાયું સ્વાગત

રથયાત્રાનું શાહી સ્વાગત

જામનગરના એચ.જે.લાલ.ટ્રસ્ટ દ્વારા જગન્નાથજી ની રથયાત્રાનું કરાયું સ્વાગત

mysamachar.in-જામનગર:

જામનગરની સેવાકીય સંસ્થા હરિદાસ જીવણદાસ લાલ(બાબુભાઇ લાલ)ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરમાં શહેરમાં પ્રતિ વર્ષ યોજાતી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું સેન્ટ્રલ બેંક વિસ્તારમાં શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રામાં જોડાનારા ભાવિકો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું

જામનગરની સેવાકીય સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ)ચેરીટેબલ ટ્રસ્ટ આવર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રા નગર ભ્રમણ કરીને સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં પહોંચી ત્યારે સ્વાગત માટેનો ફ્લોટસ તૈયાર કરવામાં આવ્યો હતો અને રથયાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઇ લાલની આગેવાની હેઠળ શહેરના આમંત્રિતો અને ભાવિકજનો સત્સંગ મંડળના બહેનો વગેરેએ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના મુખ્ય રથને પુષ્પહારથી સ્વાગત કર્યું હતું