ગેરકાયદેસર બાંધકામ તોડવામાં ક્યા "ગ્રહો" નડે છે?

કોણ રોકે છે અથવા રોકાવે છે..

ગેરકાયદેસર બાંધકામ તોડવામાં ક્યા "ગ્રહો" નડે છે?
Symbolic Image

Mysamachar.in-જામનગર:

શહેરમા સંખ્યાબંધ ગેરકાયદેસર બાધકામ છે,તે તોડવા માટે ક્યા "ગ્રહો" નડે તેવો સવાલ લોકોમાં તો છે ખુદ કોર્પોરેશનના અમુક કર્મચારીઓ અને અમુક પ્રજાપ્રતિનિધીઓમા ઉઠ્યો છે,ઓટલાથી માંડી,સીડીથી માંડી,આગળના મહોરાથી માંડી આખી ઓફીસ,મકાન,દુકાન ત્યાં સુધી અમુક એપાર્ટમેન્ટના ઉપરના એક કે બે માળ ( શ્રેષ્ઠ ઉદાહરણ ટાઇનહોલ થી તળાવની પાળ તરફ જતા રસ્તા નુ પાળ તરફનું બાંધકામ) સહિત સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામ થયા છે,

આવા તમામ અનઅધિકૃત બાંધકામો અંગે પગલા લેવાની ભારપુર્વકની રજુઆત કમિશ્નરને અને લગત અધિકારીઓને  ફોટાના પુરાવા સાથે કરવામા આવી છે,અમુક પદાધિકારીઓએ પણ પત્રવ્યવહાર કરી વહીવટી તંત્રને પગલા લેવા કહ્યુ છે,તો અમુક જાગૃત નગરસેવકોએ પણ માંગણી કરી છે( મેહુલનગર...સત્યમ...ખોડીયાર કોલોનીમા ગેરકાયદેસર બાંધકામ બચાવવા એક વખત એક નગરસેવક ઉઘાડા પગે દોડેલા તેવી ચર્ચા વહેતી થઇ હતી તે વાત જોકે અલગ છે) તો હવે પગલા લેવામાં શુ નડે છે?શા માટે ઝુંબેશ આરંભાતી નથી?તેમ સવાલ ઠેર ઠેર થી ઉઠ્યા છે.


-નોટીસમા ૩૦ જેટલા વિસ્તારો...

ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની નોટીસોમા ગેલેક્સી ટોકીઝ વિસ્તાર, લીમડાલાઇન,બેડીગેઇટ,રણજીત રોડ,દરબારગઢ,ગ્રેઇનમાર્કેટ,લીંડીબજાર,સેન્ટ્રલબેંક રોડ,ખંભાળીયા ગેઇટ આજુબાજુ, સાધના કોલોની,રણજીતસાગર રોડ, ગ્રીનસીટી,દિગ્વીજય પ્લોટ,હાથી કોલોની,રણજીત નગર,ખોડીયાર કોલોની, ગુલાબનગર,રાજપાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે,તે બાબત વખતો-વખતના ગેરકાયદેસર બાધકામોની રોજકામની ફાઇલોના અભ્યાસ અને તેના ઉપરથી આસામીના નામ અને સરનામાના વિસ્તૃત લીસ્ટનો અભ્યાસ કરતા જાણવા મળ્યુ છે,તેમજ અમુક બાધકામના ફોટા પણ પુરાવારૂપે ફાઇલમા સામેલ છે,જે કુલ આંકડો પોણા બસ્સોએ તો પહોંચ્યો છે,હજુય આ આકડો વધવામા છે.