જાડા હવા ખાય છે અને કોર્પોરેશનને બખ્ખા..

જાડાની કમાણી બંધ

જાડા હવા ખાય છે અને કોર્પોરેશનને બખ્ખા..

Mysamachar.in-જામનગર:

નવા બાંધકામ નિયમ અને જામનગરની હદ વધી મહાનગરપાલિકામા ભળ્યા બાદ જાડા હવા ખાય છે ને કોર્પોરેશનને બખ્ખા છે, જોકે કોર્પોરેશનના સરકારી જમીન સામેના આખમીંચામણા ની પૈરવી ધીમે ધીમે બહાર આવી રહી છે, અને કોર્પોરેશનની અંદરના અને ૨૦૦ મીટરની હદના નિર્ણાયકોમા કોના હિત સચવાયા છે તે તો બહાર આવનાર છે કેમ કે ટીપીઓમા ફાઇલો ખુબ આવે છે, તે એમ-નેમ તો ક્લીયર નહિ થતી હોયને? બીજી બાજુ વર્ષ-2014માં મોટાભાગનો વિસ્તાર જામનગર મહાનગર પાલિકામાં ભળી જતાં વિસ્તાર વિકાસ સત્તા મંડળની પરચૂરણ આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો, કોમન જીડીસીઆરની 40 ટકા જગ્યા રિર્ઝવ રાખવાની જોગવાઇ અને જામ્યુકો અને જાડાના વિસ્તારો વચ્ચે અસંતુલીત વિકાસથી જામનગર વિસ્તાર વિકાસ સતામંડળમાં બે વર્ષમાં મંજૂરી માટે એકપણ લે-આઉટ પ્લાન ન આવતાં જાડાના વિસ્તારોમાં વિકાસને બ્રેક લાગી છે,

બીજી બાજુ કોમન જીડીસીઆરના અમલીકરણ બાદ જાડામાં મંજૂરી અર્થે સબપ્લોટીંગ(લે-આઉટ) પ્લાન ન આવતાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. વર્ષ-2014માં મોટાભાગનો વિસ્તાર જામનગર મહાનગરપાલિકામાં ભળતાં જાડાની પરચૂરણ આવકમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે, જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ(જાડા)માં 38 ગામનો સમાવેશ થતો હતો. પરંતુ વર્ષ-2014 માં જાડાના પાંચ ગામ સંપૂર્ણ પણે તથા 14 ગામનો મોટાભાગના વિસ્તારનો જામ્યુકોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ-2017 માં ઓકટોબર મહીનામાં રાજય સરકાર દ્રારા બાંધકામમાં નવા કોમન જીડીસીઆરનો અમલ કરવામાં આવ્યો હતો.જાડાનો મોટાભાગનો વિસ્તાર મનપામાં ભળ્યા બાદ બંનેની હદ વચ્ચેના વિસ્તારોમાં અસંતુલીત વિકાસ અને કોમન જીડીસીઆરમાં 40 ટકા જગ્યા રિર્ઝવ રાખવાની જોગવાઇને કારણે જાડાના વિસ્તારોમાં વિકાસ રૂંધાયો છે.

-જાડાની "કમાણી" બંધ
કોમન જીડીસીઆરના અમલીકરણ થયાને બે વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે બે વર્ષમાં જાડામાં એકપણ લે-આઉટ એટલે કે સબપ્લોટીંગ પ્લાન મંજૂરી અર્થે આવ્યો નથી.બીજી બાજુ લે-આઉટ પ્લાન ન આવતા તેમજ મોટાભાગનો વિસ્તાર મનપામાં ભળતા જાડાની પરચૂરણ આવક કે જેમાં ઝોનીંગ, પાર્ટ પ્લાન, સ્ક્રુટીની ફી, ફોર્મ ફી, આરટીઆઇ ફી, રેકર્ડ કોપી ફી, લાઇસન્સ રીન્યુ એન્ડ બુક ફી ,ઇમ્પેકટ ફી વગેરેનો સમાવેશ થાય છે તેમાં ઘરખમ ઘટાડો થયો છે.

-લે-આઉટ પ્લાન ન આવવાના આ રહ્યાં કારણો
કોમન જીડીસીઆરની 40 ટકા જગ્યા રિર્ઝવ રાખવાની જોગવાઇ છે, વર્ષ-2014માં જાડાનો મોટા ભાગનો વિસ્તાર જામનગર મહાનગરપાલિકામાં ભળ્યા બાદ મનપા અને જાડાની હદના વચ્ચેના વિસ્તારોમાં વિકાસનો અભાવ જોવા મળ્યો છે, જામ્યુકો અને જાડાના વિસ્તારો વચ્ચે વધુ અંતરને કારણે દૂરની સમસ્યા જાડાના વિસ્તારોમાં પાયાની અને પ્રાથમિક સુવિધા ન મળતાં તથા અંતર વધી જતાં બારોબાર દૂરના વિસ્તારોમાં રહેવા પ્રત્યે લોકોમા પણ  અણગમો છે, જીડીસીઆરના અમલીકરણ બાદ (બે વર્ષમાં) કોઇપણ લે-આઉટ પ્લાન મંજૂરી માટે અમારી પાસે આવ્યો નથી તેમ અધીકારીઓ જણાવે છે.