હજુ ભાદરવો ભરપૂર છે…દસ દિવસમા ગમે ત્યારે ખાબકશે

કેવો રહેશે વરસાદ......

હજુ ભાદરવો ભરપૂર છે…દસ દિવસમા ગમે ત્યારે ખાબકશે

Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે જેઠ અષાઢ અને થોડો શ્રાવણ મહિનામા વરસાદ વરસ્યા બાદ ભાદરવામા તો કોરાળુ થઇ જાય અને મોલને પકવવાનો તીવ્ર તાપ અનુભવાતો હોય હવામાન સુકુ હોય પરંતુ આ વખતે ભાદરવો ભરપૂર છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુય પુર્વ પશ્ર્ચિમ અને દક્ષિણ દિશાના દરિયામા અંદરથી ઉકળતા તાપ ધીમે ધીમે સપાટી ઉપર આવી હવાને ગરમ અને પાતળી કરી સતત પ્રેસર ઉભુ કરે છે, તે માહોલ છેલ્લા એક મહિનાથી બનતો જ રહ્યો છે જેના કારણે બંધાયેલા વાદળા હજુય વારંવાર છવાતા રહે છે, આ કારણનુ અભ્યાસ કરીને હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ બારેક દિવસ તો વરસાદની શક્યતા છે.

-ગમે ત્યારે ખાબકશે
જેનુ અર્થઘટન કરીએ તો જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને સમગ્ર પશ્ર્ચિમ ભારતમા હજુ ગમે ત્યારે ક્યાક હળવો ક્યાક ભારે તો ક્યાક મધ્યમ વરસાદની શક્યતા હોય મોટા કાર્યક્રમો  કે મોટા પ્રવાસ વગેરેના આયોજનોમા પણ સતર્કતા રાખવી જરૂરી છે, કેમકે આ વખતે હવામાન જોતા ભાદરવો ભરપુર છે માટે મેઘો ગમે ત્યારે ખાબકશે આમેય ગરમી પણ વરસાદની જ છડી પોકારે છે તેમજ વારંવાર જક્કડબંધ થતુ હવામાન વરસાદ વરસાવવા સાનુકુળ છે.