મહાનગરપાલિકાને આવાસ યોજનાના ૯ મકાનનો કબજો લેતા ૩ વર્ષ લાગ્યા..!

બીજા આવાસોની તપાસ ક્યારે.?

મહાનગરપાલિકાને આવાસ યોજનાના ૯ મકાનનો કબજો લેતા ૩ વર્ષ લાગ્યા..!

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ ક્યાં પ્રકારની છે,તેનો અંદાજ થોડા-થોડા દિવસોએ થયેલ કામગીરીઓ પરથી આવતો રહે છે,આજે વાત છે આવાસ યોજનામાં ભાડુઆતોની...વર્ષ ૨૦૧૬ મા તત્કાલીન મ્યુ.કમિશ્નર દ્વારા સત્યમકોલોની એલઆઇજી-૨ સહિતના આવાસોમા કેટલા માલિકોને બદલે ભાડુઆત રહે છે,તેનો સર્વે કરવાનો આદેશ આપ્યા બાદ આવા ભાડુઆત અને મકાનમાલિકો ને નોટીસો આપવામા આવી હતી,જે બાદ આજે ત્રણ વર્ષ જેટલા સમયગાળા બાદ ફરી ભૂત ધૂણ્યું હોય તેમ સત્યમકોલોની નજીક આવેલ આવાસ યોજનામાં ૯ લાભાર્થીઓ નોટીસ બાદ પણ મનપાને કબજો મનપાને સોંપણી કરતાં આજે મનપા દ્વારા આવા તમામ ૯ ફ્લેટને સીલ કરવાની કાર્યવાહી જુદા-જુદા વિભાગોને સાથે રાખીને કરવામાં આવી હતી.