Mysamachar.in-જામનગર:
જામનગરના પ્રભારી જે મિનિસ્ટર છે, તેમના જ વિભાગની અવળ ચંડાઇ અંગે તેમના જ પક્ષના ધારાસભ્ય એ અવાજ ઉઠાવ્યો છે જેથી જિલ્લા મીટીંગમા ગરમી આવી હતી, શાશકપક્ષના ધારસભ્યે રજુઆત કરી કે PGVCL તંત્ર તોબા છે એક તો ખાનગી જમીનમાં જોયા જાણ્યા વગર વીજપોલ નાંખી દે બાદમા ખસેડવાના પૈસા લે તે કેવુ? આવી જોહુકમીની જોગવાઇ કે સતા હોય તો તે પણ તાત્કાલીક સરકારે બદલવી જોઇએ તેવો પીડા દાયક સુર ઉઠ્યો છે, જોડીયાના હડીયાણાના રહીશના માલિકના પ્લોટમા થાભલા નાંખ્યા હવે ૪૨૦૦૦ ભરો તો હટાવાય તેમ પીજીવીસીએલ જણાવે છે, વળી ખેતીવાડી વીજલાઇન જાય છે તેની સાથે ખેતરોમા ઘર ઉપરથી હેવી લાઇનો જાય છે તે હટાવાતી નથી જેમાં જામનગરમાં મોડપરમા વાડીમા ઓરડી ઉપરથી ૧૧ કેવી હેવી લાઇન જાય છે પણ PGVCL હટાવતુ નથી….!
-સ્મશાનમાં ટી.સી. મુકવાના પૈસા વસુલે
મોટી ખાવડી ના એક સ્મશાન જેવી જાહેર જગ્યામા ટીસી મુકવાના પૈસા લેવાય છે તેથી વધુ શરમજનક શુ હોય? આવી જોગવાઇ હોય તો પણ સંવેદનશીલ સરકારે તે નાબુદ કરવી જોઇએ કેમકે સરપંચને પત્ર થી પૈસા ભરવા જણાવ્યુ છે ત્યા સુધી ટીસી નહી મુકાય તેમ આ આવશ્યક સેવા હોવા છતા જણાવાયુ છે.