ગુજરાતમાં છેતરામણી અને છલનાવાળી આ દારુબંધીવાળી નીતિનો પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે:શંકરસિંહ વાઘેલા

વાઘેલાએ શું લખ્યું તે વાંચો અહી

ગુજરાતમાં છેતરામણી અને છલનાવાળી આ દારુબંધીવાળી નીતિનો પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે:શંકરસિંહ વાઘેલા
file image

Mysamachar.in-ગાંધીનગર

ગુજરાતમાં કેટલી અને કેવી દારૂબંધી છે તે સૌ જાણે છે, પણ બંધ મુઠી લાખની....દારૂબંધી હોવા છતાં રાજ્યમાંથી વર્ષે કરોડોનો દારુ ઝડપાઈ પણ છે અને પીવાઈ પણ જાય છે તે બાબત સર્વવિદીત છે, અને રાજ્યની દરુબંધીને લઈને કેટલીયવારો સવાલો ઉઠતા રહ્યા છે, અને ઉઠતા રહે છે, એવામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ દારુબંધીને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા છે, અને તેવોએ આ મામલે તેમના ફેસબુક પેજ પર વિડીયો મૂકી પોસ્ટ કરીને કેટલુક લખાણ લખ્યું છે, તે અક્ષરશ: અત્રે પ્રસ્તુત છે.

આપણું ગુજરાત, ગાંધીનું ગુજરાત, સરદાર સાહેબનું ગુજરાત, આ ગુજરાતમાં આજે વર્ષોથી કૃત્રિમ દારુબંધીની નીતિ ચાલી રહી છે. જે દારુબંધીની વાત કરવા માટે કોઇ હિંમત નથી કરતું. હું આજે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે ન તો સરદાર સાહેબ ખુશ થાય છે. આખું જુવાનધન ખતમ થઇ રહયું છે ખોટો દારુ પી ને, લઠ્ઠો પી ને બાકીનું બધું જે કાંઇ ધૂપીયું કહેવાય, જે ખરાબ વસ્તુ છે, જે સસ્તુ આપતા હોય છે તે પી ને પેઢી ખતમ થઇ ગઇ.

ગુજરાતમાં છેતરામણી અને છલનાવાળી આ દારુબંધી વાળી નીતિનો પુર્વવિચાર કરવાનો સમય આવી ગયો છે. હું શંકરસિંહ વાઘેલા દારુપીતો નથી માટે થઇને આ વાત કરી રહયો છું. બાકી લોકો જુદો અર્થ કરે તો એમની મહેરબાની પણ કૃત્રિમ નીતિના આધારે ગુજરાત જે પોતાનું નુકસાન ભોગવી રહયું છે તે જ આજે બીજા રાજયોમાં કરોડો રૂપિયાની આવક, આ કરોડો રૂપિયાની આવક ગુજરાતમાં કયાં જાય છે, દારુ નથી મળતો એવું તો છે જ નહીં. એક કિલોમીટર પણ એવો નથી જયાં ગુજરાતમાં દારુની કોથળી ન મળતી હોય, દારુની બાટલી ન મળતી હોય. સરકાર જે પકડે છે એ તો આઇસબર્ગમાં એક બરફની ટોચ હોય છે જે બુલડોઝર ફેરવીને તોડી-ફોડી નાંખે છે. ગુજરાતમાં આજે જુવાનીયાઓ જે જે તમાકુનો ગુટકા અને દારુને કારણે ર૦-રપ વર્ષે આપણી જે બહેનો વિધવા થાય છે તેમાં ખોટો દારુ પીને પીવાવાળો વર્ગ બહુ મોટો છે.

હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો અભ્યાસ કરો. ગુજરાતના તજજ્ઞ લોકો હોય, ગાંધીવાદી વિચારધારા વાળા મીત્રોની એક કમિટી બનાવો, કમિટી બનાવીને ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવામાં આવે કે મહેરબાની કરીને તમે જો આબુ જતા હોય, તમે દીવ જતા હોય, તમે મુંબઇ જતા હોય કે બીજે દારુ પીવા જતા હોય. કરોડો રૂપિયાનું આંધણ ત્યાં કરતા હોય, તો ગુજરાતમાં આનો વિચાર કરો કે શું કરવું જોઇએ. જો ચાઇનામાંથી ઉદ્યોગો બહાર નીકળીને હિન્દુસ્તાનમાં આવવાના હોય, હિન્દુસ્તાનમાં જો આપણે ગુજરાતી તરીકે ઉદ્યોગોમાં મૂડીરોકાણ થવાનું હોય તો આ નીતિઓનો પૂનર્વિચાર કરવાનો સમય હવે આવી ગયો છે અને એટલા માટે જે રીતે અત્યારે ચોરીછૂપીથી આવા લોકડાઉનમાં પણ દારુનો ધંધો ખુલ્લેઆમ ચાલતો હોય તો ડબલાના ભાવ વધી ગયેલ હતા. બીયરીયું હોય કે બીજી કોઇપણ બાટલ હોય, તો આવી રીતે ગાંધીજી સત્ય અને અહિંસાવાળા વિચારો વાળા હતા. સરદાર સાહેબ પણ આમ જ હતા. તો ગાંધીના ગુજરાતમાં દારુબંધીના નામે ચોરી કેમ કરો છો ? અસત્ય કેમ બોલો, જુઠું કેમ બોલો છો ? ખુલ્લેઆમ જે હોય તો માનીને ચાલો.

મુંબઇમાં દારુબંધી નથી. રાજસ્થાનમાં દારુબંધી નથી. મધ્યપ્રદેશમાં દારુબંધી નથી અને દીવ-દમણમાં પણ દારુબંધી નથી. તો દારુબંધીનું નાટક ગુજરાતમાં કયાં સુધી ખેલવાનું છે આપણે એનો વિચાર કરીએ. આખું આજે જે ચોરીછુપીનું અને કરોડો રૂપિયાનું અન્ડર ટેબલ લેવડદેવડ ચાલી રહી છે. જેથી તેમાં બુટલેગરો, જેમાં કોમી તોફાનો કરાવવા હોય, રુપિયા પડાવવા હોય તો બુટલેગરો. આ બુટલેગરો મજા કરે છે અને પ્રજા ખોટો દારુ પી ને પોતાનુ લીવર બગાડી રહયાં છે. જુવાની તોડી રયા છે. દમ ઘુંટવી રહયો છે. વિધવા બહેનોની સંખ્યા વધતી જાય છે માટેથી આવા ઢોંગી અમલ ઉપર ફેરવિચાર કરાય, પુનર્વિચાર કરાય. એટલી કડક દારુબંધી બનાવાય જેથી કયાંય પણ દારુની સુગંધ પણ ન આવે. જેથી એવી વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો વિચાર કરીને અમલવારી થાય જેથી કરીને બહેન-દિકરીઓને કોઇ પ્રોબ્લેમ ન થાય. સમાજને પ્રોબ્લેમ ન થાય. દારુ બંધી નથી ત્યાં આવા પ્રોબેલમ નથી. કૃત્રિમ રીતે આ બધું ઉભૂ કરાયેલું છે. તો વિચાર કરવાનો સમય હવે આવી ગયો છે.

ભગવાન આપણે કોરોનાથી બચાવે, દારુની નીતિ જે ગુજરાતમાં કૃત્રિમ છે એનો અભ્યાસ કરીને એમાંથી પણ બચાવે અને સાચી માનવતાના આધારે, ગાંધીજીના સાચા મૂલ્યોના આધારે ફરીથી અભ્યાસ કરવો જોઇએ અને એમાંથી પણ બચાવે અને સાચી માનવતાના આભારે ગાંધી- સરદારના સાચા મૂલ્યો કયા હતા એનો અભ્યાસ કરીને આગળ વિચાર કરવો જોઇએ એવો મારો પ્રબુધ્ધ નાગરિકો જે કાંઇ સમજતા હોય તેમણે સાથે રાખીને વિચાર કરવો જોઇએ. આ કાંઇ ખાનગી તો છે નઇ કે લોકોને દારૂ મળતો હોય તો ચોરીછુપીને ગડટગટાવીને પોતાની જાત સાથે ચેડાં કરતા હોય છે. આવી રીતે ન હોય સીસ્ટમ જ હોય, એક પધ્ધતિ જ હોય એ પ્રમાણે આગળ ચાલીએ એ શબ્દો સાથે લોંગ-લીવ નશાબંધી, થીંક-ઇટ-ઓવર આ નશાબંધી કેવી છે, કેવી રીતે ચાલુ રાખવી તેનો વિચાર કરાય અને વિચાર કરીને સાયન્ટીફિક એપ્રોચ સાથે એનો વિચાર થાય અને ગુજરાતના જુવાનો માટે અને ગુજરાતના આર્થિક વિકાસ માટે તેમજ ઔદ્યોગિક ડેવલપમેન્ટ માટે આ બધા વિચારો જરૂરી હોય તો સાથે બેસીને વિચાર કરવો જોઇએ. આવું હું સ્પષ્ટપણે માનું છું.