Mysamachar.in-જામનગર:
રાજ્યના અન્ય શહેરની જેમ જામનગર શહેર વિસ્તારમાં પણ માસ્ક દરેક લોકોને પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે, મ્યુનિસિપલ કમિશ્નર સતીશ પટેલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી અને જામનગર શહેર વિસ્તારમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે, જે લોકો આ નિયમનો ભંગ કરશે તેની પાસેથી પ્રથમ વખત ૨૦૦ જયારે બીજી વખત ૫૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવશે, જો માસ્ક કોઈ પાસે ના હોય તો તે વ્યક્તિએ પોતાનું મો અને નાક રૂમાલ થી ઢાંકવાનું રહેશે.આમ હવે શહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળનાર પર દંડાત્મક કાર્યવાહી શરુ કરવામાં આવી છે.