જામનગરમાં રીક્ષાચાલકને પૈસા અપાવવામા જામીન થવાનું પડ્યું ભારે..

શું થયું જાણો..?

જામનગરમાં રીક્ષાચાલકને પૈસા અપાવવામા જામીન થવાનું પડ્યું ભારે..

Mysamachar.in-જામનગર:

જામનગરના રણજીતસાગર રોડ પરથી એક વ્યક્તિના અપહરણ બાદ લુંટ અને માર મારવાની ઘટના સામે આવી છે,હર્ષદમીલની ચાલીમાં રહેતા અને રીક્ષાડ્રાઈવર તરીકેનું કામ કરતાં અજય થાપલીયા નામના યુવકે તેના મિત્ર જયેશભાઈ લોહાણાને પૈસાની જરૂરિયાત ઉભી થતા જીતુભાઈ કોળી પાસેથી જામીન પડી અને ૪૦,૦૦૦ જેટલી રકમ અપાવેલ હતી,જેમાંથી ૧૫,૦૦૦ આપવાના બાકી હોય તે જયેશભાઈ ને આપવામાં મોડું થતા જામીન પડેલા અજયનું આવી બન્યું હોય તેવી સ્થિતિ થઇ છે,


જયારે અજય મારૂ કંસારા હોલ નજીકથી પોતાની રીક્ષા લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાં જીતુ કોળી અને એક આરોપી સાથે આવી અને તેની આંતરી લીધો હતો,અને જીતુ કોળીએ અજયને નાક પર બટકું ભરીને ફોન કરી અન્ય કોઈ શખ્સ પાસેથી રસ્સી મંગાવી અને જયેશના હાથ પગ બંધી દીધા બાદ પોતાના લતામાં લઇ જઈને અજયની રીક્ષા,રોકડા ૩૦,૦૦૦ અને ૪,૦૦૦ ની કીમતના મોબાઈલની લુંટ કરી લઇ તેનું અપહરણ કર્યા બાદ તેને ગોરધનપર નજીક આવેલ ગામના ગૌચરમાં ગોંધી રાખ્યો હતો,જ્યાં બીજા ચાર જેટલા આરોપીઓ પણ મીલાપીપણું કરીને અજયને બેફામ માર માર્યો હતો ,

આમ જામીન પડવાની સજા પામેલા અજયએ આ મામલે અંતે જીતુ કોળી,ભાવેશ ગુજરીયા,ગોપાલ ગુજરીયા અને અન્ય ચાર ઇસમો વિરુદ્ધ સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં અપહરણ,હુમલો,લુંટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે આં ચકચારી બનાવ અંગે વધુ તપાસ શરુ કરી છે.