ધસમસતી આવેલ એ કાર એ ૧ વર્ષની “અસ્મિતા”નું અસ્તિત્વ પૂર્ણ કરી નાખ્યું..

શું ગરીબના જીવની કોઈ કિંમત નથી...

ધસમસતી આવેલ એ કાર એ ૧ વર્ષની “અસ્મિતા”નું અસ્તિત્વ પૂર્ણ કરી નાખ્યું..

Mysamachar.in-જામનગર:

જામનગરના તળાવનીપાળ પર ગતરાત્રીના એક કાળજું કંપાવી દે તેવી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે,રસ્તા પર બેસી અને બીજાના બાળકોને ફુગ્ગા વહેચી ખિલખિલાટ કરતાં રાખતી એક મહિલાની માત્ર એકવર્ષની બાળકીને કારચાલકે હડફેટ લેતા બાળકીને સારવાર કારગત નીવડે તે પહેલા જ તેના પ્રાણપંખેરું ઉડી ગયા..


નીતાબેન પરમાર નામની મહિલા જામનગરના તળાવનીપાળ નજીક રોડ પર બેસીને ફુગ્ગાઓ વેચાણ કરીને પોતાનું પેટીયું રળે છે,ત્યારે ગતરાત્રીના નીતાબેન તેની એકવર્ષની પુત્રી અસ્મિતા સાથે પોતાના નિત્યક્રમ મુજબ ફુગ્ગાઓ વહેચી રહ્યા હતા ત્યારે અચાનક જ કાર નંબર GJ-10-DA-0998 કાળ બનીને આવી અને તે એકવર્ષની અસ્મિતા પર ફરી વળી..


જોત-જોતામાં અહી લોકોના ટોળા એકત્ર થઇ ગયા અને તેને કારમાં તોડફોડ પણ કરી,અસ્મિતાને સારવાર માટે ખસેડવામાં આવી પણ તેની સારવાર કારગત ના નીવડી અને તે મોતને ભેટી...પોલીસે તેની માતાની ફરિયાદને આધારે કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.