નારાજ જે.ટી.પટેલ નવું કરવાના મુડમાં..?

કોંગ્રેસમાં થશે વધુ એક ભંગાણ..?

નારાજ જે.ટી.પટેલ નવું કરવાના મુડમાં..?

Mysamachar.in-જામનગર:

દેવભૂમિ દ્વારકા જીલ્લા બાદ જામનગર જીલ્લાના રાજકારણમા પણ કઈક નવા જૂની થશે તેવી ચર્ચાઓએ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં જોર પકડ્યું છે, જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જયંતિ સભાયાને ટીકીટ ફાળવવામાં આવતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ ખુદ પોતે આ બાબતને લઈને પ્રદેશની નેતાગીરીથી નારાજ હોવાનું સ્પષ્ટ કરી દીધું છે,

ત્યારે નારાજ જે.ટી.પટેલને મનાવવામાં પક્ષ નિષ્ફળ રહ્યો હોય તેવી વાત વચ્ચે ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે જે.ટી.પટેલ પોતાના સમર્થકો સાથે કઈક નવું કરવાના મુડમાં છે, અને જો આવું થાય તો કોંગ્રેસ પક્ષને પણ નુકશાન પહોચી શકવાની ભીતિઓ સેવવામાં આવી રહી છે.જો કે પોતે શું કરશે તે અંગે હજુ સુધી તેમણે કોઈ ફોડ પાડ્યો નથી, પણ જામનગરની રાજનીતિમા આગામી થોડા કલાકોમા જ કઈક નવાજુની થશે તે વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.