પેધી ગયેલા સરકારી કર્મચારીઓને બખ્ખા.!

આ તે કેવી મોજ...

પેધી ગયેલા સરકારી કર્મચારીઓને બખ્ખા.!

Mysamachar.in-જામનગર:

જુદા જુદા સરકારી વિભાગોમા અમુક પેધી ગયેલા કર્મચારીઓને બખ્ખા છે કેમકે કાંતો તેમની સામે અરજદારો ફરિયાદ કરે તો ગંભીરતાથી લેવાતી નથી એથી વધુ ગંભીર બાબત એ છે કે ખાતાકીય તપાસના કેસોની તપાસમા ઇરાદાપુર્વક વિલંબ થતો હોય જેની સામે તપાસ બાકી હોય તે વધુ પેધી જાય છે. જિલ્લાપંચાયત, પીજીવીસીએલ, પીડબલ્યુડી, કોર્પોરેશન વગેરે વિભાગોમા ખાતાકિય તપાસો લાંબા સમયથી પેન્ડીંગ છે જે પુરી થતી જ નથી આવા તો અનેક વિભાગોમા શિથીલતાના કારણે કર્મચારીઓ પેધી જાય છે,.ખાતાકીય તપાસ જેવા ગંભીર મામલે સરકારમા વિગત પુરી પાડવાની બાબતે સિંચાઇ અને પાણી પૂરવઠા બોર્ડ તો વિગતો જ છુપાવે છે,

જેમ વિજીલન્સ મીટીંગ માટે માર્ગ મકાન વિભાગ લાંબા સમય સુધી અધીકૃત ફોલ્ડર ન મોકલતુ તેવી જ ઇરાદા પુર્વકની બેદરકારી આ બે વિભાગની વધુ છે, વન વિભાગતો શુ કામ કરે છે તે જ પ્રજાજનો ને ખબર નથી પડતી વાછટની જેમ વર્ષે કે બે વર્ષે ઝળકતુ આ તંત્ર એવુ બેદરકાર છે કે લોકોની અરજીઓના ઢગલા ભેગા થયાનુ નોંધાયુ છે, છતા અભિપ્રાય આપવા, જવાબ આપવા, ઉકેલ લાવવા સહિત તમામ મામલે ગતિશીલ ગુજરાત અને સંવેદનશીલ સરકારના સુત્રોના છેદ ઉડાડતા હોય તેવી શિથીલતા આ વિભાગની છે, તેમાય પેધી ગયેલા કર્મચારીઓનો સિંહફાળો છે.