Mysamachar.in-જામનગર:
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દરેક જિલ્લાના મંત્રીઓ જિલ્લાના કલેકટર સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ જામનગરની જી જી હોસ્પિટલ માટે પી.પી.ઈ કીટ અને હેન્ડગ્લોસ ની માંગણી ઉપરાંત જામનગરમાં ખાનગી હોસ્પિટલ ચાલુ કરી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓના ઘસારાને અટકાવવાની માંગણી કરી હતી આ ઉપરાંત આગામી ખરીફ પાકની સીઝન માટે યુરિયાનો જથ્થો પૂરતા પ્રમાણમાં પર્યાપ્ત થાય તે અંગે પણ રજૂઆત કરી હતી.