જામનગરમાં પોલીસને હાથના કર્યા હૈયે વાગે છે..

ટ્રાફિકપોલીસકર્મી અને હોમગાર્ડની ફરજમાં રુકાવટ 

જામનગરમાં પોલીસને હાથના કર્યા હૈયે વાગે છે..

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં છકડારીક્ષાનો ત્રાસ કેટલી હદે વધી ચુક્યો છે, તેનાથી સૌ કોઈ વાકેફ જ છે, મનફાવે ત્યાં પાર્કિંગ મનફાવે ત્યાં રીક્ષાઓ ચાલુમાં જ ઉભી રાખી દેવી વગેરે...એવું પણ કહેવામાં આવે છે કે આમાંથી અમુક છકડાઓ તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પોલીસ કર્મચારીઓના પણ હોય છે, પણ આ દરેક પાછળ ટ્રાફિકપોલીસ જ મહદઅંશે જવાબદાર એટલા માટે છે કારણ કે કોઈ ને કોઈ કારણોસર ટ્રાફિક પોલીસની સેહને કારણે આવા રીક્ષાચાલકોને જોમ ચઢતું હોય છે, ત્યારે હાથના કર્યા હૈયે વાગે તેમ ફરજ પરના ટ્રાફિકપોલીસ અને હોમગાર્ડ જવાનની ફરજમાં રુકાવટ થયાની ફરિયાદ નોંધાઈ છે, સાતરસ્તા સર્કલ નજીક વિપુલ ભૂસડીયા અને હોમગાર્ડ હિરેન ડાભી ફરજ પર હતા ત્યારે તેણે રીક્ષાડ્રાઈવર રમેશ વાચાને રોકેલ હતો, જે બાદ શખ્સે ફરજમાં રુકાવટ કરી હોમગાર્ડ જવાનને ઝાપટો મારી ફરજમાં રુકાવટ કરવા અંગેની ફરિયાદ સી ડીવીઝનમાં નોંધાઈ છે.