મોટી ગોપના સરપંચ -ઉપસરપંચ પતિઓના રસપ્રદ અને રોચક રાજ-કાજ...

સમગ્ર મામલો તપાસ માંગી લેતો..

મોટી ગોપના સરપંચ -ઉપસરપંચ પતિઓના રસપ્રદ અને રોચક રાજ-કાજ...

Mysamachar.in-જામનગર:

એક તરફ વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ગામડાઓના સર્વાંગી  વિકાસ,સુચારુ અને સુલેહભર્યુ જનજીવન અને સમૃદ્ધી સ્વચ્છતા અને લોકાભિમુખ સતા માટેના આગ્રહી છે,તો બીજી તરફ અમુક ગામડામા સ્થાનિક સ્વરાજ્યના સતાવાહકો  નીતિ-નિયમો નેવે મુકી  સ્વકેન્દ્રી વહિવટ ચલાવી અને બેફામ બની રહ્યા છે,એટલુ જ નહિ આ બાબતે કોઇ સાંભળવાવાળુ નથી,માટે જ આવા અનેક કિસ્સામાના એક એવા જામજોધપુરના મોટી ગોપના સરપંચ અને ઉપસરપંચના રસપ્રદ ગોટાળા ગેરરિતી અંગે ઉચ્ચકક્ષાએ મુદાસર લેખિત રજુઆત થઇ છે,અને તપાસની માંગણી પણ કરવામાં આવી છે,

દિનેશ ગોવા સોલંકી અને ગ્રામજનોએ સહીઓ કરેલી વિગતવાર ફરિયાદમા લખ્યુ છે મોટી ગોપમા જોશનાબેન પાથર સરપંચ છે,અને વર્ષાબેન નંદાણીયા ઉપસરંચ છે,પરંતુ બંનેના પતિઓ જ ગ્રામ પંચાયત ચલાવે છે,અને ઠેર-ઠેર સગા-વહાલાઓને દબાણ કરાવે છે,અને અન્ય માંડ-માંડ  પેટીયુ રળવાવાળાઓ ના દબાણ દૂર કરાવે છે,

એટલુ જ નહી ગોપ પાટીયે જગ્યાઓ જે સીમતળ હોય,પીડબલ્યુડીની હોય,સરકારી ખરાબાની કે ગૌચરની હોય શકે તે પોતાની માલિકીની હોય તેમ સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરી કરી ધાબા,હોટલ,રેસ્ટરન્ટો માટે વેંચી નાખવામાં આવી હોવાનો આક્ષેપ પણ થયેલ રજુઆતમાં કરવામાં આવ્યો છે,રજુઆતમાં એવો પણ આક્ષેપ છે કે આ બંને પતિઓના કારનામાઓની વણઝાર છે જેમા અત્યંત ગંભીર ગણાય તેવો મુદો એ છે કે આ ભાઇઓ ભરતભાઇ અને સુરેશભાઇ ચેકમા પણ પોતે કશુ જ ન હોવા છતા સહીઓ કરી રહ્યાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે,.

એક તરફ સ્થાનિક સ્વરાજ્યમા ૫૦% મહીલા ભાગીદારી દ્વારા મહિલા સશક્તિકરણ નો સરકારનો આગ્રહ છે,પરંતુ મોટે ભાગે તો પંચાયતોમા  પતિઓ જ રાજ કરે છે,બહેનો તો ગામડામા ચુલા,બાળકો,ઢોર-ઢાખર સંભાળે છે,આમા સ્ત્રીસશક્તિકરણ કેમ થશે ચુંટાયેલા બહેનો એ જાતે જ જાગૃત થવાની તાતી જરૂર છે,

-ડીડીઓ એ ગંભીરતા ન લેતા કલેક્ટર સમક્ષ ધા

લાંબા સમયની આ ગેરરિતીઓ અંગે ડીડીઓ ને લેખીત વિસ્તૃત રજુઆત કરાયેલી પરંતુ લાંબા સમય થી ચાલતી કથિત ગેરરીતી સામે કોઇ જ પગલા લેવાયા નહી કોઇ તપાસ કરવા આવ્યુ નહી માટે જિલ્લા કલેક્ટર જેઓ કાયદાના આગ્રહી હોવાથી ગ્રામજનોને આશા બંધાણી છે,અને તેમને લેખીત રજુઆત કરી છે,કરૂણતા એ છે પંચાયતના દબાણો માટે હવે કલેક્ટરે ઓર્ડર કરવા પડશે આટલી જવાબદારી સંભાળતા સમાહર્તાએ અલગ વિભાગો હોવા છતા ચિંતાઓ  કરવી પડે છે અને તેઓ સુચારૂ રૂપે કરે પણ છે.

-જોડીયા-લાલપુર તાલુકામા  અમુક સરપંચો   દાઝ કાઢે છે..

ગેરરીતિઓ જેવુ આવુ તો અનેક ગામડાઓમા થાય છે,જેનાથી પંચાયત સતાવાળા અજાણ નથી અને તાજેતરમા મળેલા અહેવાલ પ્રમાણે જોડીયા તાલુકા અને લાલપુર તાલુકાના અમુક ગામોમા તો સરપંચો ગ્રામ પંચાયત નો સારી રીતે વહીવટ ચલાવવાના બદલે વર્ષોની દાઝ ઉતારવા નાના ધંધાર્થીઓના ઠેલા,રેકડી,કેબીન ઉપડાવી બેરોજગાર બનાવે છે,તો વળી બિનજરૂરી ખેડુતોને હેરાનકરી તેમના લાભો પણ મેળવવા દેતા નથી,આવુ બીજા ગામડાઓમા પણ બનતુ હશે,જે લગત અધીકારીઓ અને પદાધીકારીઓથી અજાણ નહિ હોય તો જનરલ બોર્ડમા  પોતે ન્યાય અને સુચારૂ વહીવટના આગ્રહી છે,પ્રજાપ્રશ્ર્ને જાગૃત છે તેવુ દર્શાવવા માંગતા અને મોટાભાગના સ્વકેન્દ્રી પ્રશ્ર્ને હોલ માથે લેનારા અમુક પંચાયત સભ્યો આવા સંવેદન શીલ મુદા કેમ ઉઠાવતા નથી તેમ ગ્રામજનો પુછે છે,

-પીડબલ્યુડી અને પંચાયત ગાંધારીની ભુમિકામા...

રોડ ટચ જમીન બોગસ દસ્તાવેજોથી જ  વેંચાય જાય તે પણ કહેવાતા પદાધીકારીઓ થી અને તે પણ એક બે કિસ્સાઓમા નહી અનેક કિસ્સાઓમા તો પીડબલ્યુડી અને પંચાયત ક્યા છે.?તાજેતરમા જ જામજોધપુર પંથકમા ઓ.એફ સી કેબલ નંખાવી કંપનીઓના હિત સાચવી રોડના નિકંદન પીડબલ્યુડી-પંચાયતે કઢાવ્યા અને રોડના ખો કર્યા જ્યા ધાર ઉોપર વાહન ચાલી શકતા નથી...અને ચોમાસમા અકસ્માતની દહેશત છે,ઉપરાંત આ જ પંથકમા રોડના કામમા ગેરરીતિઓ મોટાપાયે ચાલે છે,તેની પણ ફરિયાદ અરજી છે,છતા પંચાયત પીડબલ્યુડીનુ પેટનુ પાણી નથી હલતુ નથી.