આ માતા-પિતાએ પુત્રને કેમ તરછોડ્યો, કારણ જાણવા જેવું !

અહો આશ્ચર્યમ...

આ માતા-પિતાએ પુત્રને કેમ તરછોડ્યો, કારણ જાણવા જેવું !

Mysamachar.in-સુરતઃ

સમાજમાં બેટી પઢાવો, બેટી બચાવો સહિતના અનેક અભિયાનો ચાલી રહ્યાં છે, તેમ છતા સમાજમાં હજુ પણ પુત્રની લાલસામાં દીકરીઓને 9 મહિના પેટમાં રાખ્યા બાદ તરછોડવાની ઘટના બનતી રહે છે, જો કે સુરતમાં આશ્ચર્ય થાય તેવી ઘટના બની, અહીં એક માતા-પિતાએ દીકરીની લાલસામાં ઘરે જન્મેલા ચોથા પુત્રને તરછોડી દીધો. આ દંપતીએ તાપી નદીના કિનારે ઝાડીમાં પુત્રને મૂકીને જતા રહ્યાં હતા. જો કે પુત્રના માતા-પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત પ્રમાણે સુરતના કતારગામના સિંગણપોર વિસ્તારમાં તાપી નદીના કિનારે ઝાડીમાં ગત 6 ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડીમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. નદીકાંઠે બેસવા ગયેલા યુવાનો પૈકી એક યુવકે બાળકને હોસ્પિટલ પહોંચાડ્યું હતું. બાદમાં જાણ થતા પોલીસની ટીમ દોડી આવી હતી અને ગણતરીની કલાકોમાં જ બાળકના માતા-પિતાની ધરપકડ કરી હતી, પુછપરછમાં બાળકના માતા-પિતાએ જણાવ્યું કે  લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય પુત્ર છે. પુત્રી જન્મશે તેવી આશા હતી પરંતુ બાળક જન્મ થતાં માસૂમને ત્યજી દીધું હતું.