બરફના કારખાનાઓ પર મનપાની ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા તપાસ

૯ ફેક્ટરીઓની થશે તપાસ

બરફના કારખાનાઓ પર મનપાની ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા તપાસ

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની ફૂડ ઇન્સ્પેકટરોની ટીમ દ્વારા આજે સતત છઠા દિવસે શહેરમા ઉનાળાને લઈને ચેકીંગની કાર્યવાહી શહેરમા હાથ ધરવામાં આવી હતી,આજે જામનગર એમ.પી.શાહ ઉદ્યોગનગરમા આવેલ બરફના કારખાનાઓ પર ફૂડ ઇન્સ્પેકટરો એલ.પી.જાસોલીયા, ડી.બી.પરમાર, સહિતની ટીમ દ્વારા ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,શહેરમા આવેલ કુલ નવ બરફના કારખાનાઓમા આજે ચેકિંગ હાથ ધરવામાં આવશે,જેમાંથી ત્રણમા ચેકિંગ કરવામાં આવતા કઈ વાંધાજનક મળી ના આવ્યું હોવાનું ફૂડ ઇન્સ્પેક્ટર જાસોલીયાએ જણાવ્યું હતું,અને ઉનાળા દરમિયાન આ કામગીરી અવિરત રહેશે તેમ પણ ઉમેર્યું હતું.