ભારત-બાંગ્લાદેશની ટીમના રાજકોટમાં ધામા, ચાહકોની ભીડ ઉમટી

7 તારીખે ખંઢેરીમાં છે મેચ

ભારત-બાંગ્લાદેશની ટીમના રાજકોટમાં ધામા, ચાહકોની ભીડ ઉમટી

Mysamachar.in-રાજકોટઃ

ભારત પ્રવાસે આવેલી બાંગ્લાદેશની ટીમ ટી-20 સીરીઝની બીજી મેચ રમવા માટે રાજકોટ આવી પહોંચી છે. સાથે ભારતીય ક્રિકેટ ટીમ પણ રાજકોટ આવી પહોંચી છે. અહીં હોટેલમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે. તો પોતાના પ્રિય ખેલાડીને જોવા માટે એરપોર્ટ અને હોટેલ બહાર ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ભારતની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકાણ કરશે. જ્યારે બાંગ્લાદેશની ટીમ યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પેરિયલ હોટેલ ખાતે રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે બંને વચ્ચે 7 નવેમ્બરે સાંજે 7 વાગ્યે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટી-20 મેચ રમાશે. જો કે આ મેચમાં લોકલ બોય જાડેજાને આરામ આપવામાં આવ્યો છે, તો વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવ્યો છે. હોટલ ખાતે બંને ટીમના ખેલાડીઓનું પારંપરિક ફૂલના હાર અને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સિવાય હોટેલ બહાર ખેલાડીઓના ભવ્ય ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા છે. તો તેમની મનપંસદ વાનગીઓની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.