ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલો ગર્ભ પરીક્ષણનો વ્યાપ..???

૭૦ સોનોગ્રાફી મશીન જ નોંધાયેલ

ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલો ગર્ભ પરીક્ષણનો વ્યાપ..???
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

જામનગર જિલ્લામાં 1000 દીકરા સામે 902 દીકરીઓનો રેશિયો હોય, આ અસમાનતા સામે ઘણી સામાજિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે જામનગર જિલ્લામાં ગર્ભ પરીક્ષણનો મોટાપાયે વેપાર ચાલતો હોય તેવામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છુટાછવાયા દરોડા પાડીને કામગીરી બજાવીને સંતોષ  માની  લેતા હોય છે, રાજ્ય સરકાર આ મામલે  ગંભીર છે, પરંતુ  નક્કર કામગીરીના અભાવે દીકરીઓને ગર્ભમાં જ મારી નાખવાનો  વેપાર બેરોકટોક ચાલી રહ્યો છે??તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે..જેનાથી  સામાજિક મુશ્કેલીમાં  દિનપ્રતિદિન વધારો થશે

એક કિસ્સા મુજબ જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં ગુલાબનગરમાં  દરોડા પાડીને  શિવમ હોસ્પિટલ ચલાવતા ડો હિરેન કણજારીયા દ્વારા સરકારી નિયમ મુજબ ફોર્મ-એફ  ભર્યા વગર સગર્ભા મહિલાનું સોનોગ્રાફી મશીનથી પરીક્ષણ કરતા હોવાથી ડો હિરેન કણજારીયા ની  શિવમ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે 3 સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા...અને દરોડા દરમ્યાન કણજારીયા ના મળી આવતા તેને નોટીસ આપવામાં આવી હતી જે બાદ ડો. કણજારીયાએ  હાજર થઈને  આરોગ્ય વિભાગને નોટીશનો જવાબ આપ્યો  છે પરંતુ આ જવાબ આરોગ્ય વિભાગએ માન્ય રાખ્યો નથી અને કોર્ટ મા કેસ થશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.જે.પંડ્યા ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું..

જામનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે ખાનગી તબીબો ધરાવતા હોય તેવા નોંધાયેલ ૭૦ જેટલા સોનોગ્રાફી જ મશીન છે,જેની સામે ગેરકાયદેસર મશીનો છે કે કેમ તે પણ તપાસનો વિષય છે..પીસીપીએન્ડએક્ટના નિયમો મુજબ થવી જોઈતી યોગ્ય કાર્યવાહી કર્યા સિવાય ગર્ભ પરીક્ષણની ગેરકાયદે પ્રવૃત્તિનો વ્યાપ જિલ્લામાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે વધ્યો હોવાનું પણ સૂત્રોમાં જાણવા મળી રહ્યું છે,,આવા સંજોગોંમા દીકરીઓની ઘટતી સંખ્યા સામાજિક રીતે પણ ચિંતાનો વિષય બને તે સ્વાભાવિક છે...