દ્વારકા જિલ્લામા અસામાજીક પ્રવૃતિઓનો વધી રહેલો વ્યાપ..

તંત્રના આંખમીંચામણા.?

દ્વારકા જિલ્લામા અસામાજીક પ્રવૃતિઓનો વધી રહેલો વ્યાપ..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગરમાંથી ચાર તાલુકા સાથે અલગ પડેલા દ્વારકા જિલ્લામા લાંબા સમયથી ફુલી ફાલી રહેલી અસામાજીક પ્રવૃતિઓ અને અમુક માથાભારે ના "રાજ" એ માઝા મુકી છે, દારૂ જુગારની પ્રવૃતિઓને તો જાણે પોસાતી હોય તેમ અનેક સ્થળોએ દારૂ જુગારના અડીંગાઓ એ જમાવટ કરી છે જોકે વાર તહેવારે અમુક કેસ પણ નોંધાય છે, ઉપરાંત મારામારી તો વારંવાર છુટથી થાય છે રૂપિયાની લેતી-દેતી  છેડતી વાહન અથડાવા ભટકાઇ જવુ પોલીસને બાતમી આપવી ગુનેગારોને તેમજ માથાભારે લોકોને તાબે ન થવુ વગેરે બાબતે મારામારી સાવ કોમન થઇ ગઇ છે,

જેમા છુટા હાથથી મારામારી થી માંડી પત્થરો  લાકડી ધોકા પાઇપ અને અમુક વખતે છરી જેવા જીવલેણ ઇજા કરનાર હથિયારોના છુટથી ઉપયોગ થાય છે કેમકે આ જિલ્લામા કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફીક નિયમન નિયમોના પાલનના જાહેરનામાઓ વગેરે ની કંઇ ધાક કે અસર કે અસ્તિત્વ જ નથી અને પોલીસનો કોઇ ખોફ નથી, આ ઉપરાંત છેડતી, અપહરણ, દુષ્કર્મ, ધાકધમકી, મર્ડર વગેરે જેવા ગુનાઓથી જિલ્લાના અમુક વિસ્તાર ખદબદે છે, આ દરેક બાબતોના કારણે જે સમાજ સીધી લીટીએ નોકરી ધંધા કરે છે તે ત્રાસી ગયા છે, 

તો વળી અમુક વિસ્તારોમા જમીન સહિતની મિલકતોના દબાણ ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદે મિલકત હડપ કરી જવી અને આવા કૃત્યોથી અનેકને વિસ્તાર કે ગામ છોડાવવા જેવા બનાવો પણ બને છે, એકંદર સરકારી અમુક કચેરીના ભ્રષ્ટાચાર સ્થાનીક પ્રજાપ્રતિનિધીઓની સ્વ વિકાસમા વ્યસ્તતા અને માથાઓની કનડગતથી અમુકવિસ્તારો અમુક ગામોમા તો ગભરૂ લોકો કાયદેસર ફફડતા હોય છે, તેમ પણ સમીક્ષકો કહે છે, આ ઉપરાંત ખનીજ ચોરી, વાહનચોરી, વૃક્ષ વનરાજીના સોથ પ્રદુષણ શોષણ ઇંધણોની ગેરકાયદેસર હેરફેર  દરિયા કિનારે ફુલતી ફાલતી બદીઓ  સહિતની અનેક ગેરરીતિઓએ પણ માઝા મુકી છે, અને તંત્રના આંખ મિંચામણા હોય તેવુ લાગે છે, જેથી દરેક  વિભાગની હેઠળ જોવાની આવતી તકેદારી રખાતી ન હોવાથી અને પક્કડ નહિ હોવાથી  દરેક પ્રકારે બદી ફુલી ફાલી છે, જેમા આમ આદમી ને રહેવુ આવવુ જવુ નોકરી ધંધા કરવા માટે પણ અનેક પ્રતિકુળતાઓ છે, આ તમામ બાબતો અંગે સરકાર કક્ષાએથી પગલા લેવાય તે જરૂરી છે કેમકે રાજ્યમા નિર્ણાયક અને સંવેદનશીલ સરકાર કહેવાય છે, તેના કોઇ અણસાર અહી દ્વારકા જિલ્લામા ક્યાય જોવા મળતા નથી.