ટ્રક હડતાલ ને પગલે આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં વધારો

હડતાલની અસર

ટ્રક હડતાલ ને પગલે આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં વધારો

mysamachar.in-જામનગર:

દેશભરમાં ટ્રક હડતાલના પગલે જામનગરમાં પણ ટ્રક હડતાલની આંશિક અસર જોવા મળી રહી છે ત્યારે હડતાલના કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવો અમુક વ્યાપારીઓ દ્વારા તકનો લાભ લઈને બમણાં વસૂલી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે અને આજે ચક્કાજામનાં રાજ્યમાં કાર્યક્રમ સામે જામનગર ટ્રક હડતાલ સંચાલકો જોડાયા નથી.

જામનગર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએસન ના પ્રમુખ મહાવીરસિંહ રાણા એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શાકભાજી,ફળ,વગેરે જીવનજરૂરી વસ્તુઓની હેરાફેરી માટે છૂટ આપવામાં આવેલી છે અને ટ્રક સંચાલકો હડતાલ સાથે જોડાયેલા હોય સરકારને અમે તમામ એડવાન્સ ટેક્સ ભરીએ છીએ ત્યારે સરકાર વિચાર કરે અને અમારી વ્યાજબી માંગણી સ્વીકારે તે લોકહિત માં છે. 

જામનગર જિલ્લામાં ટ્રક હડતાળના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગને મુશ્કેલીઓ ભોગવવી પડે તેમ ટ્રક સંચાલકો દ્વારા રોજિંદી જીવનજરૂરિયાત વસ્તુઓની હેરાફેરી માટે છૂટ આપેલી હોય જે તકનો ગેરલાભ ઉઠાવીને બમણાં ભાવ લેવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે અને હડતાલના પગલે નાના વાહનચાલકોને પણ માંડ મોકો મળ્યો હોય તેમ રાતોરાત ભાવ બમણા કરી દેવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે,આમ સરકાર અને ટ્રક હડતાલના કારણે છેલ્લે તો આમ પ્રજાને જ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય તેમ કાળાબજારિયાઓએ મેદાનમાં આવી ઉઘાડી લૂંટની શરૂઆત કરતા મધ્યમ વર્ગીય પરિવારોમાં રાડ બોલી જવા પામી છે.