ખંભાળિયામાં ઇન્કમટેક્સની ટીમો પહોચતા ફફડાટ 

કેટલાય તો તાળા મારીને રવાના થઇ ગયા 

ખંભાળિયામાં ઇન્કમટેક્સની ટીમો પહોચતા ફફડાટ 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાલીયામાં આજે બપોરે એકાએક રાજકોટની દ્વારકાની ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે, જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે બે તબીબો, એક નામાંકિત કન્સ્ટ્રકશનના ધંધાર્થી આમ કુલ પાંચેક સ્થળોએ હિસાબી સાહિત્ય હાથવગું કરીને ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી હોવાનું સુત્રો જણાવે છે. તપાસ બાદ કોને ત્યાંથી કેટલી કરચોરી સામે આવશે તે જોવાનું છે.