સિક્કાના PSI સહિત બે પોલીસકર્મી ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા

જામનગર જીલ્લા પોલીસબેડામાં ફફડાટ

સિક્કાના PSI સહિત બે પોલીસકર્મી ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા

mysamachar.in-જામનગર:

જામનગરમાં આજે વેપારીને માર મારવા મુદ્દે પોલીસ સામે ગુન્હો નોંધાવવાની તજવીજ ચાલુ છે તેવામાં લાંચ લેતા પીએસઆઇ સહિત બે પોલીસકર્મી રંગે હાથ ઝડપાઇ જતા જામનગર જીલ્લા પોલીસ પર વધુ એક વખત બદનામીનો બટ્ટો લાગ્યો છે,

રાજ્યભરમાં આજે એસીબી દ્વારા દાહોદ,અંકલેશ્વર,અંબાજી,બરોડા અને જામનગરમાં એમ કુલ પાંચ સ્થળોએ સફળ ટ્રેપ ગોઠવીને લાંચીયા અધિકારી,કર્મચારીઓને ઝડપી લઈને લાંચના છટકાનું ઓપરેશન પાર પડ્યું છે, ત્યારે જામનગર જીલ્લાના સિક્કા પીએસઆઇ વિરુદ્ધ તાજેતરમાં જ ચોરીના કેસમાં બે સગીરો સહિત એક યુવકને પોલીસ સ્ટેશનમાંજ બેફામ માર મારીને પૈસા લીધા હોવાના આક્ષેપ સાથે એસપીને રજૂઆત કરવામાં આવી છે,

તેવામાં આજે સુરેન્દ્રનગર એસીબીના પીઆઇ એમ.બી.જાની દ્વારા છટકું ગોઠવીને જામનગર જીજી હોસ્પિટલના કમ્પાઉન્ડ પાસેથી સિક્કાના પીએસઆઇ સંજય મહેતા અને પોલીસકર્મી દિનેશ મકવાણા,હસમુખ તેરૈયાને ૫૦૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે,એક ટ્રાન્સપોર્ટરના ધંધાર્થી પાસેથી વાહન પરિવહન વખતે હેરાન ન કરવા માટે લાંચ માંગી હતી જેની ધંધાર્થીએ એસીબીમાં ફરિયાદ કર્યા બાદ સુરેન્દ્રનગર એસીબીએ છટકું ગોઠવીને સિક્કા પીએસઆઇ સહિત બે પોલીસકર્મીને લાંચના છટકામાં દબોચી લેતા જામનગર જીલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે.
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.