ખંભાળિયા પંથકમાં પ્રસંશનીય કામગીરી કરનાર ઇન્ચાર્જ પી.આઈ.એ.બી.જાડેજાને દ્વારકા મુકવામાં આવ્યા..

દ્વારકા પી.એ.દકેવાડીયાને ખંભાળિયા પો,સ્ટેમાં મુકવામાં આવ્યા

ખંભાળિયા પંથકમાં પ્રસંશનીય કામગીરી કરનાર ઇન્ચાર્જ પી.આઈ.એ.બી.જાડેજાને દ્વારકા મુકવામાં આવ્યા..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: 

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસવડા રોહન આનંદ દ્વારા જીલ્લાના બે પી.આઈ.ની બદલીઓના હુકમ કરવામાં આવ્યા છે,જેમાં ખંભાળિયા ઇન્ચાર્જ પીઆઈ અને દ્વારકા પી.આઈ નો સમાવેશ થાય છે,જીલ્લાના મુખ્ય મથક એવા ખંભાળીયામાં છેલ્લા એક વર્ષથી ગુન્હેગારો ને ભો ભીતર કરી નાખનાર અને અનેક કેસોમાં ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલવામાં કોઠાસુઝ ધરાવતા ઇન્ચાર્જ પી.આઈ એ.બી.જાડેજાની બદલી દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે,જયારે દ્વારકા પોલીસ મથકમાં  ફરજ બજાવતા પી.એ.દકેવાડીયાને એ.બી.જાડેજાના સ્થાને ખંભાળિયા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે,

જીલ્લાનું મુખ્યમથક ખંભાળિયા હોય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુયોગ્ય રીતે જળવાઈ રહે તે માટે એ.બી.જાડેજાએ પોતાની ફરજ કાર્યકાળ દરમિયાન સુપેરે નિભાવી છે,તાજેતરમાં જ રાજકોટ રેન્જની સૌથી ઉત્કૃષ્ટ કામગીરીમા ખંભાળિયા પોલીસ મથક ચમક્યું હતું,તો જાડેજાએ કરોડોની કિમતના એક ચકચારી જમીન કૌભાંડના મૂળ સુધી જઈ અને આરોપીને જેલભેગા કર્યા હતા,જયારે એક  ચકચારી હત્યા કેસમાં પણ નવેય આરોપીઓને તુરંત ઝડપી પાડી અને દારૂ જુગારની પ્રવૃતિઓને ખંભાળિયા પંથકમાંથી ડામી દેવામાં સારી સફળતા હાંસલ કરી હતી,જાડેજા હવે દ્વારકા પંથકમા ગુન્હેગારોને કાયદાનો પાઠ સુપેરે ભણાવશે તેવી ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઇ ચુકી છે,

જ્યારે પીઆઈ પી.એ.દકેવાડિયાએ પણ દ્વારકા મંદિરની સુરક્ષાથી માંડીને દ્વારકા પંથકના કાયદો અને વ્યવસ્થા જાળવવા પુરતી ધાક ઉભી કરી હતી,અને તેવોના કાર્યકાળ દરમિયાન મહત્વના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં તેવોએ અગ્રીમ ભૂમિકા ભજવી હતી.જેવો હવે ખંભાળિયા પંથકમાં ગુન્હેગારોને કાયદાનું ભાન કરાવશે.