જામનગરના મોટી-ખાવડી પાસે લોર્ડસ દ્વારા એક નવી હોટલનું ઉદઘાટન

જામનગરના મોટી-ખાવડી પાસે લોર્ડસ દ્વારા એક નવી હોટલનું ઉદઘાટન

Mysamachar.in-જામનગર:

લોર્ડસ ઈન દ્વારા મોટી ખાવડી વિસ્તારમાં શરૂ કરવામાં અધ્યતન હોટેલનું સંચાલન સુપ્રસિદ્ધ લોર્ડસ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે ગ્રુપ હોટેલ સંચાલન ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવે છે, લોર્ડસ ઈન હોટેલ માં વિશાળ ડિલક્સ તેમજ એક્ઝિક્યુટીવ રૂમસ ઉપરાંત સુપ સાથે સ્વિમિંગ-પૂલની સગવડતા પૂરી પાડવામાં આવશે, તદઉપરાંત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્વાદિષ્ટ ભોજન માટે રેસ્ટોરન્ટ તો  દૈનિક શારીરિક કસરત માટે જીમ, લોન તેમજ સ્પાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

લોર્ડસ ઈન હોટેલના પ્રાયોજક દ્વારા મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી હોટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હોટલનું ઉદઘાટન ધનરાજ નથવાણી કરાયું અને મુખ્ય મહેમાન તરીકે આર.સી ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂનમબેન માડમ, મુળુભાઇ બેરા, રાઘવજીભાઇ પટેલ, સુરેશભાઈ પટેલ, અનિલ વિશ્વામભરણ, પ્રદીપ ગુપ્તા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ હોટલનું ઉદઘાટન થયું. જ્યારે લોર્ડસ ઈન હોટેલ અને રિસોર્ટસના મુખ્ય સંચાલક અધિકારી પુષ્પેન્દ્ર બંસલ તેમજ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા સ્વાગત કરવામાં આવશે. લોર્ડસ ઈન હોટેલના પ્રયોજકો દિલિપસિંહ ચુડાસમા, સુનિલભાઈ લોડાયા અને ભગીરથસિંહ જાડેજા દ્વારા ઔપચારીક માહિતી આપતા જણાવ્યું હતું કે રિલાયન્સ રિફાઇનરીની નજીક દ્વારકા જતાં હાઈવે રોડ ઉપર મોકાની જગ્યાએ કુદરતી વાતાવરણની વચ્ચે હોટલ આવેલી છે. ધંધાકીય ક્ષેત્રના ગ્રાહકો તેમજ દ્વારકા પ્રવાસે આવતા પ્રવાસીઓ અને યાત્રાળુઓ આ હોટલના મહેમાન બનશે. આ ઉપરાંત લોર્ડસ ઈન હોટેલની આજુ-બાજુમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉઘાન, માં આશાપુરા માતાજી મંદિર, તેમજ જામનગરના લાખોટા તળાવ ઉપરાંત અન્ય રમણીય અને ઐતિહાસીક અને ધાર્મિક સ્થળોની મુલાકાતે આવતા અસંખ્ય પ્રવાસીઓ પણ આ હોટલના મહેમાન બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.