જામનગરના સૌથી મોટા મોબાઈલ શોરૂમ ઉમિયા મોબાઈલ(રાજકોટવાલા) નો શુભારંભ...

ગ્રાહકોનો વિશ્વાસ એ જ અમારી સાર્થકતા..

જામનગરના સૌથી મોટા મોબાઈલ શોરૂમ ઉમિયા મોબાઈલ(રાજકોટવાલા) નો શુભારંભ...

Mysamachar.in-જામનગર:

આજનો સમય ટેકનોલોજીનો સમય છે, ત્યારે ટેકનોલોજીમાં હમેશા અવલ્લ રહી અને ગ્રાહકોનો વિશ્વાસ એજ ખરી સાર્થકતા માનીને ચાલનાર રાજકોટના ઉમિયા મોબાઈલ શોરૂમના જામનગરના હાર્દસમા લીમડાલાઈન વિસ્તાર નજીક માધવ સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં દબદબાભેર શુભારંભ થયો છે, રાજકોટમાં 4 બ્રાન્ચ બાદ હવે જામનગરમાં ઉમિયા મોબાઇલની નવી બ્રાન્ચ લીમડા લાઇન ખાતે તા. 8 સપ્ટેમ્બર રવિવારના રોજ ભવ્યાતિભવ્ય રીતે શુભારંભ થયો છે, આધુનિક યુગમાં જાણે આંગળીઓના ટેરવાં ઉપર દુનિયા સમાવી લેતા મોબાઈલ જીવનનું  અવિભાજય અંગ બની રહ્યું છે ત્યારે મોબાઇલની જરૂરિયાત પણ સમજી શકાય...

ઉમિયા મોબાઈલ શોરૂમમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચવર્ગ સુધી તમામને પોસાય તેવી સંપૂર્ણ રેન્જના મોબાઈલો અને મોબાઈલ એસેસરીઝ માત્ર એક જ શોરૂમમાથી મળી રહેશે. ઓપો, વીવો, ઓનર, સેમસંગ, નોકિયા, એપલ આઇફોન, સહિતના દરેક કંપનીઓની ડિલરશીપ ધરાવતા આ શોરૂમમાથી સરળ ફાયનાન્સ પણ ઉપલબ્ધ થશે. તો નાના માણસોના મોટા મોબાઇલનું સ્વપ્ન હવે હક્કિત બનશે, મોબાઈલ અથવા સ્ટાન્ડર્ડ એસેસરીઝ ખરીદવા ઇચ્છુકોએ આ શો રૂમની મુલાકાત ચોક્કસપણે લેવા જેવી છે, ઉમિયા મોબાઇલના ઓનર પ્રેમજીભાઇ પટેલ, ગીરીશભાઈ પટેલ, કિશોરભાઇ પટેલ અને વેલજીભાઇએ ઉમિયા મોબાઈલ જામનગરમાં તા.8 સપ્ટેમ્બર રવિવારના રોજ શુભારંભ કરેલ છે.

આ શુભારંભ પ્રસંગે જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, જગદીશસિંહ હકૂભા જાડેજા, ધર્મેશભાઈ રાયચુરા(વીવો, ડિસ્ટ્રીબ્યુટર), દિપક ભાનુશાલી(શાઓમી ડિસ્ટ્રીબ્યુટર), કેતનભાઇ અને અમીસભાઇ(સેમસંગ ડિસ્ટ્રીબ્યુટર), ચાંદભાઈ(ઓપો ડિસ્ટ્રીબ્યુટર), ઉર્મેશભાઈ(ઇન્ટેલ ડિસ્ટ્રીબ્યુટર), દર્શન ઠક્કર(દર્શન પબ્લીસીટી), ધર્મેશભાઈ(ક્રિષ્ના  ટ્રાન્સપોર્ટ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.